સુરત: “કોરોના સામે સતર્કતા”, રેલ્વે સ્ટેશન ખાતે મુસાફરોનું થર્મલ ચેકીંગ હાથ ધરાયું

Update: 2020-03-19 10:16 GMT

કોરોના વાયરસનો કહેર દેશભરમાં જોવા મળતા સરકાર દ્વારા તેને અટકાવવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, ત્યારે સુરત રેલ્વે સ્ટેશન ખાતે રેલ્વે વિભાગ તથા મનપા દ્વારા થર્મલ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

સુરત મનપા દ્વારા કોરોનાના કહેરના પગલે સંખ્યાબંધ પગલા ભરવામાં આવી રહ્યા છે, ત્યારે સુરત રેલ્વે સ્ટેશન ખાતે મુસાફરોનું થર્મલ ચેકીંગ કરવામાં આવ્યું હતું. રેલ્વે તંત્ર દ્વારા કોરોના વાયરસ અટકાવવા માટે મુસાફરોને સહયોગ આપવા સાથે સૂચન કરવામાં આવ્યું હતું. સાથે જ રેલ્વેમાં સફાઈ અભિયાન શરૂ કરાયું છે. ઉપરાંત રેલ્વે સ્ટેશન પર જરૂર કરતાં વધુ લોકો ન આવે તે માટે પ્લેટફોર્મ ટિકિટના દરમાં પણ વધારો કરવામાં આવ્યો છે. સુરત રેલ્વે સ્ટેશન ખાતે રોજિંદા લાખો મુસાફરો આવતા હોય છે, ત્યારે કોરોનાના કહેરને લઈ મુસાફરોના પ્રમાણમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.

Similar News