સુરત : રાયપુરથી સિંહ આર્ય અને સિંહણ વસુધાને લવાયા ઝુ માં, લોકો હવે સિંહ બેલડીને જોઇ શકશે

Update: 2020-11-17 12:27 GMT

સુરતના પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે આવતાં પ્રવાસીઓ હવે સિંહ બેલડીને પણ જોઇ શકશે. ઝૂ નેચરપાર્કમાં રાયપુરથી સિંહ આર્ય અને સિંહણ વસુધાની જોડી સુરત આવી પહોંચી છે……

સુરતના પ્રાણી સંગ્રહાલયમાં વિવિધ પ્રાણીઓ રાખવામાં આવ્યાં છે અને હવે તેમાં સિંહ અને સિંહણનો વધારો થયો છે. રાયપુરથી સિંહ બેલડીને સુરત ખાતે લાવવામાં આવી છે. 3 વર્ષના સિંહ આર્ય અને 6 વર્ષની સિંહણ વસુધાને હવે સુરતના પ્રાણી સંગ્રહાલય ખાતે રાખવામાં આવશે. આર્યનું વજન 125 કિલો અને વસુધાનું 145 કિલો વજન છે.સુરતના નેચરપાર્કને 5 વર્ષ બાદ સિંહ-સિંહણની જોડી મળી છે. સુરત મનપાના મેયર તથા સ્થાયી સમિતિના અધ્યક્ષની ઉપસ્થિતિમાં સિંહ અને સિંહણને લોકોને જોવા માટે રાખવામાં આવ્યાં છે.

Tags:    

Similar News