સુરત : રૂ. 1.50 લાખનો પગારદાર મનપાનો તબીબ ઝડપાયો, ખાનગી હોસ્પીટલમાં આપતો હતો તબીબી સેવા

Update: 2020-01-18 05:27 GMT

સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલ એક પ્રગતી ક્લિનિકમાં પોતાની ખાનગી તબીબી સેવા આપતો મનપાનો મેડિકલ ઓફિસર રંગેહાથ ઝડપાયો હતો. મનપામાં ફરજ બજાવતા ડોકટર જયેશ રાણા ખાનગી ક્લિનિકમાં કામ કરતો હોવાની માહિતી વિજિલન્સ વિભાગને મળી હતી.

સુરત શહેર મનપામાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા

ડોક્ટર જયેશ રાણા ખાનગી હોસ્પિટલમાં કામ કરતા હોવાની ફરિયાદ મળતા વિજિલન્સ વિભાગે દરોડા પાડ્યા હતા. સલાબતપુરા વિસ્તારના આંબાવાડી

કાલીપુલ નજીક આવેલા પ્રગતી

ક્લિનિકમાં જયેશ રાણા પોતાની ખાનગી રીતે તબીબી સેવા આપતા રંગે હાથ ઝડપાયા હતા. ડોક્ટર જયેશ રાણા ક્ષેત્રપાળ પ્રસુતિ ગૃહમાં

ફરજ બજાવી મનપાના પગાર સાથે ખાનગી ક્લિનિકમાં પણ કામ કરતા હતા. વિજિલન્સની ટીમે તબીબની પૂછપરછ કરતા તેઓએ એનપીએસ લેતા હોવાનું સ્વીકાર

કર્યું હતું. વિજિલન્સની ટીમ દ્વારા તબીબની વધુ પૂછપરછ

કરી મનપા કમિશનરને રિપોર્ટ સોંપી દેવામાં આવ્યો છે.

જ્યારે વાત કરીએ તો મનપામાં ફરજ બજાવતા તબીબોને નોન પ્રેક્ટિસ એલાઉન્સ (એનપીએસ)

આપવામાં આવે છે. પગાર ઉપરાંત નોન પ્રેક્ટિસ એલાઉન્સ લેતા તબીબો ખાનગી તબીબી સેવા આપી શકે નહીં. જોકે સ્મીમેર

હોસ્પિટલ કે હેલ્થ સેન્ટરમાં ફરજ બજાવતા સંખ્યાબધ તબીબો બીજાના નામે ખાનગી

પ્રેક્ટિસ કરતા હોવાની વખતોવખત ફરિયાદો ઉઠી છે. હવે વિજિલન્સની ટીમ દ્વારા તપાસમાં અનેક આવા કિસ્સાઓ પણ બહાર આવી શકે તેમ

છે.

Similar News