સુરત શહેરના સરથાણા વિસ્તારમાં સીમાડા BRTS બસ રૂટમાં એક BRTS બસમાં અચાનક આગ લાગી ગઈ હતી. આગના પગલે સુરત ફાયર વિભાગ દોડતું થઈ ગયું હતું.
સરથાણા વિસ્તારમાં સિમાડા BRTS રૂટમાં દોડતી એક BRTS બસમાં અચાનક કોઇ કારણોસર આગ લાગી ગઈ હતી. આગ લાગ્યા બાદ બસમાં સવાર મુસાફરોને સલામત રીતે ઉતારી દેવામાં આવ્યાં હતાં. જો કે બસ સળગતા ધુમાડાના ગોટેગોટા આકાશમાં છવાઈ ગયા હતા.
આગની ઘટનાને પગલે લોકોના ટોળાં જામી ગયા હતા. રસ્તા પરથી પસાર થતાં વાહન ચાલકો પોતાના વાહનો રોકી આગ જોવા ઊભા રહી ગયા હતા. જેના કારણે ટૂંક સમય માટે ટ્રાફિક જામ સર્જાયો હતો. ટ્રાફિક જામ સર્જાતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ટ્રાફિકને હળવું કરવાની કામગીરી કરી હતી. જેથી ફાયર બ્રિગેડની ટીમ સરળતા પૂર્વ કામગીરી કરી આગ ઉપર કાબૂ મેળવી શકે. ઘટના સ્થળે ટીઆરબીના જવાનો પણ પહોંચી ગયા હતા.