સુરત : પુનાગામ APMC નજીક શાકભાજી બજારમાં મનપાની કાર્યવાહી, જુઓ સોશિયલ ડિસ્ટન્સ નહીં જળવાતા શું કર્યું..!

Update: 2020-11-23 09:44 GMT

સુરત શહેરમાં વધી રહેલા કોરોના સંક્રમણને લઈ મનપા દ્વારા પુનાગામ સ્થિત એપીએમસી માર્કેટ બહાર ભરાતા શાકભાજી બજારોને વહીવટી તંત્ર દ્વારા બંધ કરાવવામાં આવ્યા હતા.

સુરત શહેરમાં રાત્રીના 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. પરંતુ શહેરના અલગ અલગ વિસ્તારોમાં  ભરાતા બજારોમાં લોકોની ભારેખમ ભીડ જોવા મળી હતી, ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં જણવાતા મનપાએ બજારો બંધ કરવા કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પુનાગામ સ્થિત એપીએમસી માર્કેટ બહાર ભરાતા શાકભાજી બજારોને બંધ કરાવવામાં આવ્યા હતા. હાલ સંપૂર્ણ બજાર ખાલી કરાવી મનપાના સિક્યુરિટી ગાર્ડ સહિત પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે, જ્યાં સુધી પાલિકા તરફથી પરવાનગી નહીં મળે ત્યાં સુધી પાલિકાનો સિક્યુરિટી સ્ટાફ સહિત પોલિસ કાફલો તૈનાત રહેશે. તેમજ પાલિકા મંજૂરી આપે તો જ પોલીસ તરફથી વેપાર-ધંધો કરવાની છૂટ આપવામાં આવશે.

Tags:    

Similar News