સુરત : ભારત વિકાસ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંતની વાર્ષિક સાધારણ સભા યોજાય, નવનિયુક્ત સદસ્યોએ કાર્ય વિસ્તાર માટે સંકલ્પ લીધો

ભરૂચ જિલ્લા સંયોજક તરીકે નરેશ ઠક્કર, સહ મહિલા કન્વીનર તરીકે રૂપલ જોશી અને પ્રચાર-પ્રસાર સંયોજક તરીકે યોગેશ પારિકની નવનિયુક્તિ કરવામાં આવી

Update: 2024-04-29 06:51 GMT

ભારત વિકાસ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંતની વાર્ષિક સાધારણ સભાનું સુરત ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ વાર્ષિક સાધારણ સભામાં ગુજરાત દક્ષિણ પ્રાંતની તમામ શાખાઓના પદાધિકારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સુરત ખાતે આયોજિત ભારત વિકાસ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંતની વાર્ષિક સાધારણ સભામાં પશ્ચિમ ક્ષેત્રીય સહમંત્રી ભરતસિંહ ચૌહાણે કેન્દ્રીય અધિકારી તરીકે માર્ગદર્શન પૂરું પડતા જણાવ્યું હતું કે, ભારત વિકાસ પરિષદ સંગઠન ગુજરાત દક્ષિણ પ્રાંતમાં ખૂબ ઝડપથી કાર્ય વિકાસ કરી રહ્યું છે..

ત્યારે સમાજના દરેક તબક્કા સુધી સેવાની સુવાસ પોહોંચે તેમજ સમાજના દરેક ક્ષેત્રના પ્રબુદ્ધ નાગરિકો ભારત વિકાસ પરિષદ સાથે જોડાય તે માટે સંગઠનના દરેક કાર્યકર્તાઓએ પ્રયત્ન કરવો જોઈએ. આ ઉપરાંત વર્ષ 2024-25 માટે પ્રાંતની નવી કારોબારીની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ભરૂચ પ્રાંતમાંથી નવા 3 ચહેરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લા સંયોજક તરીકે નરેશ ઠક્કર, સહ મહિલા કન્વીનર તરીકે રૂપલ જોશી અને પ્રચાર-પ્રસાર સંયોજક તરીકે યોગેશ પારિકની નવનિયુક્તિ કરવામાં આવી છે.


આ પ્રસંગે નવ નિયુક્ત અધ્યક્ષ હિતેશ અગ્રવાલે જણાવ્યું હતું કે, વર્ષ 2024-25માં ભારત વિકાસ પરિષદ ગુજરાત દક્ષિણ પ્રાંત કાર્ય વિસ્તાર માટે નવી શાખાઓ અને મોટી સંખ્યામાં સદસ્યતા માટે પ્રયત્ન કરશે. આ પ્રસંગે મંત્રી ધર્મેશ શાહે જણાવ્યું હતું કે, વર્ષ 2024-25માં ભારત વિકાસ પરિષદ ગુજરાત દક્ષિણ પ્રાંત નવાં આયામો અને પ્રકલ્પો સાથે સમાજના દરેક તબક્કા સુધી કાર્ય પોહોંચાડવાનો પ્રયત્ન કરશે. નવા વર્ષ 2024-25માં કાર્ય વિસ્તાર માટે અધ્યક્ષ, મંત્રી, કોષાધ્યક્ષ, મહિલા સંયોજિકા, ઉપાધ્યક્ષ, સહમંત્રી, મીડિયા કન્વીનર, પ્રકલ્પ કન્વીનરો, જીલ્લા સંયોજકો અને અન્ય સદસ્યોની નિયુક્તિ કરવામાં આવી છે, ત્યારે આ અવસરે નવનિયુક્ત દરેક પદાધિકારીઓએ ભારત વિકાસ પરિષદના કાર્ય વિસ્તાર માટે સંકલ્પ લીધો હતો.

Tags:    

Similar News