સુરતમાં બની વર્ડ બિગેસ્ટ ફૂડ રાખડી, રાખડીમાં શણગાર્યો 56 ભોગનો શણગાર......

રાખડી ઉપર વિશેષ 56 ભોગના વિવિધ પ્રકારની ફૂડ વાનગીઓ રાખવામાં આવી હતી.

Update: 2023-08-28 08:02 GMT

રક્ષાબંધનને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે રક્ષાબંધનના તહેવાર પૂર્વે સુરતમાં એક અનોખા રાખી ફેસ્ટિવલનું આયોજન જોવા મળ્યું હતું. સાયન્સ સેન્ટર ખાતે બિગેસ્ટ ફૂડ રાખી ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌથી મોટી 160 સ્ક્વેર ફૂટ લાંબી ફૂડ રાખી તૈયાર કરાઈ છે. વિશ્વમાં પહેલી વખત આ પ્રકારે ફૂડ રાખીનું આયોજન કરાયું છે. આ રાખડીની અંદર ગુજરાત અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની માહિતી રજૂ કરવામાં આવી છે. આ સાથે જ રાખડી ઉપર વિશેષ 56 ભોગના વિવિધ પ્રકારની ફૂડ વાનગીઓ રાખવામાં આવી હતી.

સુરતના સાયન્સ સેન્ટર ખાતે ટ્રાફિક અવેરનેસ ગ્રુપ અને લાયન્સ ક્લબ ઓફ સુરત રોયલ્સ સાથે સુરત મનપા દ્વારા અનોખા બિગેસ્ટ ફૂડ રાખી ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન મેયર હેમાલીબેન બોઘાવાલાએ કર્યું હતું. આ કાર્યક્રમમાં 160 સ્ક્વેર ફૂટ લાંબી મોટી ફૂડ રાખડી બનાવવામાં આવી હતી. જેમાં કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની મહિલાઓ માટે શરૂ કરવામાં આવેલી સરકારની વિવિધ યોજનાઓની માહિતી દર્શાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મેયર હેમાલીબેન બોઘાવાલા, સ્થાયી સમિતિના અધ્યક્ષ પરેશ પટેલ, સ્થાનિક કોર્પોરેટરો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

Tags:    

Similar News