સુરેન્દ્રનગર : ગાંધી હોસ્પિટલ ખાતે એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યાં, જુઓ શું હતું કારણ

Update: 2021-01-31 09:02 GMT

ભારતમાં કોરોનાની વેકસીન કોવીશીલ્ડને મંજુરી આપવામાં આવ્યાં બાદ રવિવારથી બીજા તબકકામાં પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓને રસી મુકવાની શરૂઆત કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ અધિક્ષક સહિતના અધિકારીઓએ ગાંધી હોસ્પિટલ ખાતે કોરોનાની વેકસીન લીધી હતી. રસીકરણના પ્રથમ તબકકામાં આરોગ્ય વિભાગના કર્મચારીઓને રસી આપવામાં આવી હતી.

દેશ અને દુનિયામાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસને નાથવા કોરોના વેક્સીનની શોધ ભારતીય ફાર્મા કંપનીઓએ કરી લીધી છે. ત્યારે એક બાદ એક તમામ સરકારી અધિકારીઓ અને નાગરીકોને કોરોના વેક્સીનનો ડોઝ આપવાની પણ શરૂઆત થઇ ચુકી છે. રવિવારના રોજથી બીજા તબક્કાનુ રસીકરણ શરુ થતા સુરેન્દ્રનગર જીલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓએ કોરોના વેક્શીનનો ડોઝ લીધો હતો. ગાંધી હોસ્પીટલ ખાતે જીલ્લાના પોલીસ જવાનો, કલેક્ટર કચેરીના સ્ટાફ સહિતના અધિકારીઓને કોવીશીલ્ડની રસી આપવામાં આવી હતી. સુરેન્દ્નગર જીલ્લાના કલેક્ટર કે.રાજેશ તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ ડી.એમ.ઢોલ દ્વારા રસીનો ડોઝ લેવા માટે ઇન્કાર કર્યો હતો. પરંતુ રસીનો ડોઝ ન લેવા પાછળ બંને અધિકારીઓ ને દવા અને સારવાર ચાલતી હોવાથી આડઅસર ને ધ્યાને લઇ રસીકરણનો ડોઝ ન લીધો હોવાનો ખુલાસો કર્યો હતો.

Tags:    

Similar News