TCSનો શેર 1991ના રેકોર્ડ બ્રેક સ્તરે પહોંચ્યો, માર્કેટ કેપ રૂપિયા 34,000 કરોડ વધી

Update: 2018-07-11 13:35 GMT

ટાટા ગ્રૂપની 80 ટકા રેવન્યૂ ટીસીએસથી આવે છે, હાલમાં ટીસીએસની માર્કેટ વેલ્યુ રૂપિયા 7.58 લાખ કરોડે પહોંચી

ટાટા કન્સલટન્સી સર્વિસેઝ (TCS)ના શેર બુધવારે 6 ટકાથી વધુ તેજીની સાથે અત્યાર સુધીના રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. BSE પર રૂપિયા 1,991 અને NSE પર રૂપિયા 1,992.75ના સ્તરને સ્પર્શી ગયા છે. કંપનીની માર્કેટ કેપ એક જ દિવસમાં લગભગ રૂપિયા 34,000 કરોડ વધીને 7.58 લાખ કરોડ થઈ ગયા છે. TCS દેશની સૌથી વધુ માર્કેટ કેપવાળી કંપની છે. જ્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 6.54 લાખ કરોડની સાથે બીજા નંબરે રહી છે.

મંગળવારે એપ્રિલ-જૂનના TCSના ત્રિમાસિક પરિણામ જાહેર થયા છે. જેમાં કંપની નફો 23.46 ટકા વધીને 7,340 કરોડ રૂપિયા થઈ ગયો છે. જ્યારે રેવન્યૂ લગભ 16 ટકા વધીને 34,261 કરોડ રૂપિયા થઈ છે. બંનેમાં ગ્રોથ હાલના વર્ષોમાં સૌથી વધુ છે. એપ્રિલ જૂન 2017માં રેવન્યૂ રૂ.29,584 કરોડ અને નફો રૂ. 5,945 કરોડ રૂપિયા હતો. એક્સપર્ટના મતે પરિણામ ધારણાથી વધુ સારા રહેતાં શેરમાં તેજી આવી છે. TCSના શેર 2018માં રોકાણકારોને લગભગ 48% રિટર્ન આપી ચુક્યા છે. 29 ડિસેમ્બર, 2017નાં રોજ શેર પ્રાઈઝ 1,350.2 હતી જે વધીને હવે 1,991 સુધી પહોંચી ગઈ છે. એક્સપર્ટ સાથે જોડાયેલા વ્યવસાય હોવાને કારણે TCSને રૂપિયામાં આવેલા ઘટાડાનો ફાયદો થયો છે. સેન્સેક્સમાં સામેલ કંપનીઓની તુલનામાં આ કંપનીના શેરનું પ્રદર્શન આ વર્ષે સૌથી વધુ સારું રહ્યું છે.

Tags:    

Similar News