ટેલિકોમ લાયસન્સ નિયમોમાં સુધારોઃ મશીન-ટુ-મશીન સેવા માટેઆપવી પડશે લાખોની બેંક ગેરંટી

ટેલિકોમ્યુનિકેશન વિભાગે મશીન-ટુ-મશીન (M2M) સેવાઓ પ્રદાન કરવા માટે ટેલિકોમ લાઇસન્સ આપવાના નિયમોમાં સુધારો કર્યો છે

Update: 2022-01-19 07:21 GMT

ટેલિકોમ્યુનિકેશન વિભાગે મશીન-ટુ-મશીન (M2M) સેવાઓ પ્રદાન કરવા માટે ટેલિકોમ લાઇસન્સ આપવાના નિયમોમાં સુધારો કર્યો છે, જે દેશમાં 5G અનુપાલનમાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

આ અંતર્ગત M2M સેવાઓ આપવા ઇચ્છતી ટેલિકોમ કંપનીઓએ રાષ્ટ્રીય પરમિટ માટે 30 લાખ રૂપિયાની એન્ટ્રી ફી અને 40 લાખ રૂપિયાની બેંક ગેરંટી ચૂકવવી પડશે.દૂર સંચાર વિભાગે મે 2018માં M2M સંબંધિત માર્ગદર્શિકા જારી કરી હતી, પરંતુ તેની લાયસન્સિંગ જોગવાઈ સાથે સંબંધિત નિયમો તેમાં સામેલ કરવામાં આવ્યા ન હતા. વિભાગે જારી કરેલા સંશોધિત ડ્રાફ્ટમાં જણાવ્યું હતું કે અખિલ ભારતીય સ્તરે M2M સેવા માટે પરમિટ જારી કરવાની જોગવાઈનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ પરમિટ સર્કલ અને જિલ્લા સ્તરે પણ આપવામાં આવશે. સર્કલ પરમિટની રકમ 2-2 લાખ હશે.

Tags:    

Similar News