વોટ્સએપ VS સંદેશ: સરકારે લોન્ચ કરી સ્વદેશી "સંદેશ" એપ

Update: 2021-07-29 10:15 GMT

ઘણા સમયથી વૉટ્સઍપ પોલીસીને લઇને વિવાદ ચાલી રહ્યો છે. વૉટ્સઍપે ખુલાસો કરવો પડ્યો હતો કે તેની પ્રાઇવસી પોલીસી તમારી પ્રાઇવસી ભંગ નહી કરે. વિવાદ જ્યારે ખુબ વધ્યો ત્યારે ભારતમાં વૉટ્સઍપનું અલ્ટરનેટિવ શોધી કાઢવામાં આવ્યું અને સંદેશ નામની ઍપ્લિકેશન બનાવવામાં આવી હતી.

આ ઍપ વિશે ઇલેક્ટ્રોનિક્સ અને IT મિનિસ્ટર રાજીવ ચંદ્રશેખરે લોકસભામાં લેખિતમાં જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, આ નવું પ્લેટફોર્મ ગ્લોબલ મેસેજીંગ સિસ્ટમ વૉટ્સઍપને રિપ્લેસ કરશે. સંદેશ એક સ્વદેશી એપ છે અને તે મોબાઇલ નંબર અને ઇમેઇલ IDથી ચાલશે. જે રીતે વૉટ્સઍપ ચાલે છે તે જ પ્રકારની ઍપ છે. હાલમાં તે ગવર્મેન્ટ એમ્પ્લોય યુઝ કરી રહ્યાં છે જેનાથી ઍપનું વ્યવસ્થિત ટેસ્ટિંગ થાય.

રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે, સંદેશમાં વન ટુ વન અને ગ્રુપ એમ બંને પ્રકારે ચૅટ કરી શકાશે. ફાઇલ અને મિડીયા શૅર કરી શકાશે, તે સિવાય ઓડિયો અને વીડિયો ફીચર પણ હશે. ગૂગલ પ્લે અને એપલ સ્ટોર પર એપ્લિકેશન ઉપલબ્ધ રહેશે. સંદેશએ ગવર્મેન્ટની પહેલ છે જેનાથી ભારતમાં બનેલી ઍપ્સને લોકો વધારેમા વધારે યુઝ કરે અને તેમાં પ્રાઇવસીની ચિંતા ન રહે. ટ્વિટરની જેમ ભારતમાં KOO ઍપ લૉન્ચ કરવામાં આવી છે. કૂ એક સ્વદેશી એપ છે જે ટ્વિટરની જેમ જ માઇક્રોબ્લોગીંગ પ્લેટફોર્મ છે.

Tags:    

Similar News