PUBG ફેન્સ માટે ખુશીના સમાચાર, દેશી અવતારમાં BGMI આવી રહી છે પરત..!

ક્રાફ્ટનની લોકપ્રિય બેટલ રોયલ ગેમ બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયા (BGMI) ભારતમાં પુનરાગમન કરી રહી છે.

Update: 2023-05-19 06:43 GMT

ક્રાફ્ટનની લોકપ્રિય બેટલ રોયલ ગેમ બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયા (BGMI) ભારતમાં પુનરાગમન કરી રહી છે. લગભગ 10 મહિના પહેલા આ ગેમ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. સરકારના નિર્ણય બાદ આ ગેમને ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી પણ હટાવી દેવામાં આવી છે.

જો કે, હવે આ ગેમ પુનરાગમન કરી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી આને લગતા અહેવાલો આવી રહ્યા હતા, પરંતુ હવે ક્રાફ્ટને સત્તાવાર રીતે ગેમની વાપસીની પુષ્ટિ કરી છે. અમે તમને જણાવી દઈએ કે BGMI એ બીજું કોઈ નહીં પણ PUBG મોબાઈલ ઈન્ડિયાનું રિબ્રાન્ડેડ વર્ઝન છે, જેને ક્રાફ્ટન દ્વારા કેટલાક ફેરફારો સાથે લોન્ચ કરવામાં આવ્યું હતું.

તેમણે કહ્યું કે આ એપ ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે. છેલ્લા કેટલાક વર્ષોમાં, ભારત સરકારે 300 થી વધુ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે, જેમાં BGMI એકમાત્ર એપ છે જે પુનરાગમન કરી રહી છે. આ પગલું દક્ષિણ કોરિયાની ગેમિંગ કંપનીને મોટી રાહત આપશે. ક્રાફ્ટને ભારતીય સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં $100 મિલિયનનું રોકાણ કર્યું છે.

Tags:    

Similar News