ફેસબુક મેસેન્જરે સીક્રેટ ચેટ માટે એડ કર્યા ઘણા બધા ફિચર્સ, કોલ માટે પણ શરૂ કર્યું E2E એન્ક્રિપ્ટેડ

ફેસબુક મેસેન્જરે તેના ઑપ્ટ-ઇન એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ ચેટ ફીચરને વધુ બહેતર બનાવવા માટે નવા અપડેટ્સ રજૂ કર્યા છે.

Update: 2022-01-29 10:46 GMT

ફેસબુક મેસેન્જરે તેના ઑપ્ટ-ઇન એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ ચેટ ફીચરને વધુ બહેતર બનાવવા માટે નવા અપડેટ્સ રજૂ કર્યા છે. એપના આ ફીચરને 'સિક્રેટ ચેટ' પણ કહેવામાં આવે છે. મેસેન્જર પર માત્ર ગુપ્ત ચેટ્સ E2E એન્ક્રિપ્ટેડ છે, જેનો અર્થ છે કે તે Facebook સહિત અન્ય કોઈપણ થર્ડ-પાર્ટી દ્વારા વાંચી શકાશે નહીં. મેટાની માલિકીની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsAppમાં E2E એન્ક્રિપ્શન પણ આપવામાં આવ્યું છે.

નવા અપડેટમાં Messenger હવે વ્યક્તિગત ચેટ્સ ઉપરાંત વીડિયો અને વૉઇસ કૉલ્સ સહિત તમામ ગ્રુપ ચેટ્સ માટે E2E એન્ક્રિપ્શન રજૂ કરી રહ્યું છે. આ ફીચર અગાઉ પસંદગીના યુઝર્સ માટે બીટામાં રોલઆઉટ કરવામાં આવ્યું હતું. તે હવે બધા માટે ઉપલબ્ધ થશે.જ્યારે કોઈ વ્યક્તિ સિક્રેટ ચેટમાં મોકલેલા ડિસઅપીયરિંગ મેસેજનો સ્ક્રીનશોટ લેશે ત્યારે મેસેન્જરને એક નવી સૂચના પણ મળશે. કંપનીએ એક બ્લોગ પોસ્ટમાં લખ્યું કે, "અમને લાગે છે કે તમે એન્ક્રિપ્ટેડ ચેટ(Encrypted Chat)નો ઉપયોગ કરી શકો અને સુરક્ષિત અનુભવો તે મહત્વપૂર્ણ છે, તેથી જો કોઈ તમારા ડિસઅપીયરિંગ મેસેજનો સ્ક્રીનશોટ લે તો અમે તમને સૂચિત કરવા માંગીએ છીએ."

Tags:    

Similar News