તો શું હવે Apps ડાઉનલોડ કરવા માતા પિતાની મંજૂરી લેવી પડશે? METAએ રજૂ કર્યો પોતાનો તર્ક......

16 વર્ષથી નાની ઉંમરના સગીરો દ્વારા ડાઉનલોડ થતી એપ મામલે મેટા ફેસબુક નવી કાયદાકીય વાત સામે આવ્યું છે.

Update: 2023-11-17 06:29 GMT

મેટાએ તાજેતરમાં જ પ્યુ સંશોધન પણ પોતાનો તર્ક રજૂ કર્યો છે, જેમાં જણાવ્યુ છે કે 16 વર્ષથી નાની ઉંમરના સગીરો દ્વારા ડાઉનલોડ થતી એપ મામલે મેટા ફેસબુક નવી કાયદાકીય વાત સામે આવ્યું છે. કંપની એ એવા કદની માંડ કરી છે જે મુજબ 16 વર્ષથી ઓછી ઉંમરના સગીરો એપ ડાઉનલોડ કરવા માટે ફરજિયાત માતા પિતાની મંજૂરી લેવી પડશે. દરમિયાન મેટાના ગ્લોબલ હેડ ઓફ સિક્યુરિટી એન્તિગોન ડેવીસે ગઈ કાલે એક બ્લોગ પોસ્ટમાં કહ્યું કે 16 વર્ષથી ઓછા સગીરો મંજૂરી વગર એપ ડાઉનલોડ નહીં કરી શકે અમે આવા કાયદાનું સમર્થન કરીએ છીએ. રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું કે 81 ટકા પુખ્ત વયના લોકોની ઈચ્છા છે કે સગીરો માટે સોસિયલ મીડિયા અકાઉન્ટ બાંવવા માટે માતા પિતાની સંમતિની આવશ્યકતા છે. ડેવીસે આ બાબત સમજાવતા જણાવ્યુ કે સગીર દ્વારા શોપિંગ કરવાનો પ્રયાસ કરાય છે. ત્યારે માતા પિતાને જાણ કરવામાં આવે છે, ત્યારે આવી જ રીતે કોઈ સગીર એપ ડાઉનલોડ કરે ત્યારે એપ સ્ટોરે તેમના માતા પિતાને જાણ કરવાની આવશ્યકતા રહેશે.

Tags:    

Similar News