થોમસને ભારતમાં એક સાથે ચાર વોશિંગ મશીન કર્યા લોન્ચ, જાણો કિંમત.!

THOMSONએ ભારતીય બજારમાં તેની વોશિંગ મશીનની નવી શ્રેણી રજૂ કરી છે. THOMSON એ એક સાથે 6.5Kg, 8kg, 9kg અને 10kg મોડલમાં ચાર નવી સેમી ઓટોમેટિક વોશિંગ મશીનોને રજૂ કર્યા છે.

Update: 2022-08-26 10:49 GMT

THOMSONએ ભારતીય બજારમાં તેની વોશિંગ મશીનની નવી શ્રેણી રજૂ કરી છે. THOMSON એ એક સાથે 6.5Kg, 8kg, 9kg અને 10kg મોડલમાં ચાર નવી સેમી ઓટોમેટિક વોશિંગ મશીનોને રજૂ કર્યા છે. THOMSONના આ તમામ વોશિંગ મશીનનું વેચાણ ફ્લિપકાર્ટથી શરૂ થઈ ગયું છે.

કંપનીના દાવા મુજબ થોમસનના તમામ વોશિંગ મશીન ભારતમાં જ બનાવવામાં આવ્યા છે. THOMSON સેમી ઓટોમેટિક SA96500N 6.5kg મશીનની કિંમત 7,490 રૂપિયા છે, THOMSON SA98000G 8kgની કિંમત રૂપિયા 8,999 છે, THOMSON SA99000G 9kgની કિંમત રૂપિયા 10,499 અને THOMSON SA99000G 9kgની કિંમત રૂપિયા 10,499 છે અને THOMSON SA9900G ની કિંમત રૂપિયા 12,499 છે.

હવે ફીચર્સની વાત કરીએ તો થોમસનના આ તમામ વોશિંગ મશીનોમાં ટ્યુબ ક્લીન, એર ડ્રાય, વોટર રિસાયક્લિંગ ઉપરાંત ટ્વીન વોટર ઇનલેટ, 10 વોટર લેવલ સિલેક્ટર, ઓટોમેટિક બેલેન્સ કંટ્રોલર અને ઓટોમેટિક પાવર સપ્લાય કટ ઓફ જેવી સુવિધાઓ છે.

તમામ વોશિંગ મશીન પ્લાસ્ટિક બોડી સાથે આવે છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે થોમસનને ભારતીય બજારમાં ચાર વર્ષ પૂરા થયા છે. ભારતમાં થોમસનની એન્ટ્રી 2018માં ટીવીના લોન્ચ સાથે થઈ હતી. તે પછી કંપનીએ એર કંડિશનર પણ રજૂ કર્યા.

Tags:    

Similar News