નાના બાળકો માટે સ્માર્ટવોચ માર્કેટમાં Zoookની એન્ટ્રી, મળશે આ ફ્લેગશિપ ફીચર્સ

ફ્રેન્ચ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ કંપની Zoookએ ભારતમાં ડેશ જુનિયર સ્માર્ટ વોચ લોન્ચ કરી છે.

Update: 2022-01-18 07:59 GMT

ફ્રેન્ચ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ કંપની Zoookએ ભારતમાં ડેશ જુનિયર સ્માર્ટ વોચ લોન્ચ કરી છે. ભારતીય બજારમાં ઝૂકેની આ પહેલી સ્માર્ટવોચ છે. ઝૂકે જુનિયર ડેશ સ્માર્ટવોચ ખાસ કરીને બાળકો અને કિશોરો માટે બનાવામાં આવી છે.

ઝૂકે જુનિયર ડેશની કિંમત 3,499 રૂપિયા રાખવામાં આવી છે. ઝૂકેની આ ઘડિયાળ બ્લુ અને પિંક કલર વેરિઅન્ટમાં ખરીદી શકાય છે. આ ઘડિયાળમાં આઠ ઇન-બિલ્ટ ગેમ અને છ અલગ-અલગ સ્પોર્ટ્સ મોડ છે. ઝૂકે ડેશ જુનિયરને પાણી પ્રતિરોધક માટે IP68 રેટ કરવામાં આવ્યું છે. આ સિવાય તેમાં 10 એલાર્મ સેટિંગ આપવામાં આવ્યા છે જેમાં જાગવું, નાસ્તો કરવો, સ્કૂલ જવું, હોમવર્ક કરવું, સ્પોર્ટ્સ રમવું, પરિવાર સાથે સમય પસાર કરવો અને સૂવાનો સમય વગેરે સામેલ છે. તે ચાર આકર્ષક રંગો પિંક, બ્લુ, લાઇટ પર્પલ અને આર્મી ગ્રીનમાં ઉપલબ્ધ થશે. તે 5-15 વર્ષની વયના બાળકો માટે તેની શાનદાર ડિઝાઇન અને નવીન ટેક્નોલોજી સાથે બાળકોને સારી ટેવો અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કરવા માટે બનાવવામાં આવી છે.

Tags:    

Similar News