રાજકોટના બાલાજી મંદિરે કરવામાં આવી ઉતરાયણના પર્વની ઉજવણી

Update: 2020-01-14 09:46 GMT

આજે રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરમાં મકરસંક્રાંતિના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. લોકો વહેલી સવારથી જ પોતાની અગાસી ઉપર ચડી ગયા ના દ્રશ્યો પણ સામે આવ્યા છે.

આકાશ રંગબેરંગી પતંગોના કારણે બેનમૂન રંગોળી થઈ

હોય તે પ્રકારનું ચિત્ર પણ સામે આવ્યું છે. ત્યારે રાજકોટના કરણસિંહજી હાઇસ્કુલ

પાસે આવેલ બાલાજી મંદિર એ પણ ઉતરાયણના પર્વની ઉજવણી કરવામાં આવી છે. ભગવાન

બાલાજીને પતંગોથી શણગારવામાં આવ્યા છે. ત્યારે ભગવાનનું આ પ્રકારનું સ્વરૂપ જોઇ સૌ

કોઇ ભાવવિભોર બન્યા છે.

Similar News