ગુજરાતમાં અત્યાર સુધીના સૌથી વધુ રેકોર્ડબ્રેક 1607 કેસ નોંધાયા, સાથેજ 16 ના મોત

Update: 2020-11-27 14:57 GMT

ગુજરાતમાં દિવાળી તહેવારો બાદ કોરોનાનો રાફડો ફટયો છે રાજ્યમાં 26 નવેમ્બરે અત્યાર સુધીના સૌથી વધુ 1560 કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં 69 હજાર 283 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી રેકોર્ડબ્રેક રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે 16 દર્દીના મોત થયા છે. તેમજ રાહતની વાત એ છે કે, 1,388 દર્દી કોરોનાને મ્હાત આપી ઘરે પરત ફર્યા છે. જ્યારે રિકવરી રેટ 90.93 ટકાથી ઘટીને 90.90 ટકા થયો છે.

અત્યાર સુધીમાં ગુજરાતમાં ત્રણવાર 1500થી વધુ કેસ નોંધાયા છે. જેમાં સૌપ્રથમવાર 21 નવેમ્બરે 1515 કેસ નોંધાયા હતા. ત્યાર બાદ 24 નવેમ્બરે 1510 અને 25મી નવેમ્બરના રોજ 1540 અને 26 નવેમ્બરે 1560 કેસ નોંધાયા અને 27 નવેમ્બરે તો 1600નો આંક વટાવીને 1607 કેસ નોંધાયા છે. જ્યારે 14,732 એક્ટિવ કેસ, 96 વેન્ટિલેટર પર, કુલ કેસ 2 લાખ 5 હજારથી વધુ

Tags:    

Similar News