ભારતીય વાયુસેનાનું C-17 વિમાન ચિનમાંથી 80થી વધારે ભારતીયને લઈ ભારત પરત ફરશે

Update: 2020-02-27 03:52 GMT

સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, ચીનમાં ફસાયેલા ભારતીયને બહાર કાઢવાના હેતુ સર

અને

ચાઇનાના કોરોનાવાયરસથી અસરગ્રસ્ત લોકોને તબીબી પુરવઠાની સાધન

સામગ્રી પહોંચાડવા

માટે ગુરુવારે ચીનના શહેર વુહાનમાં C -17 લશ્કરી વિમાન

મોકલવામાં આવ્યું છે. C-17  વિમાનમાં આશરે 15 ટન ચિકિસ્તા સામગ્રી સાથે ચીનના

કોરોનાવાયરસથી પ્રભાવિત વુહાન માટે રવાના થઇ ચૂક્યુ છે. સરકારી સૂત્રો મુજબ C-17 સૈન્ય વિમાન 80થી વધારે ભારતીયો અને પડોસી

દેશોના આશરે 40 નાગરિકોને

લઇને ભારત પરત આવશે. 

ગત અઠવાડિયે ભારતે આરોપ લગાવ્યા હતા કે ચીન વિમાનને મોકલાવાની

મંજૂરી નથી આપી રહ્યું, જ્યારે બીજા

બધા દેશોને

વુહાનમાંથી તેમના નાગરિકો લઇ જવા માટે ઉડાન ભરવા દેવામાં આવી રહી છે. જોકે ચીને

ભારતના આરોપને નકાર્યા હતા. વિદેશ મંત્રાલયે કહ્યું કે ચિકિત્સા

સામગ્રીથી કોરોનાવાયરસના ફેલાવા પર નિયંત્રણ મેળવવામાં ચીનને મદદ મળશે.

કોરોનાવાયરસના સંક્રમણને WHOએ વૈશ્વિક

સ્તરે જાહેર આરોગ્ય કટોકટી જાહેર કર્યુ છે.ચીન મોકલવામાં આવેલી ચિકિત્સા

સામગ્રીમાં માસ્ક, ગ્લવજ અને

અન્ય મેડિકલ સામગ્રીનો સમાવેશ થાય છે.

Tags:    

Similar News