મહારાષ્ટ્ર સરકારે કોરોનાને નિયંત્રણમાં લાવવા માટે 31 મે સુધી લોકડાઉન લંબાવ્યું

Update: 2020-05-17 08:38 GMT

દેશમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. આ દરમિયાન, મહારાષ્ટ્રમાં લોકડાઉન 31 મે સુધી વધારવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર સરકારે કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે લોકડાઉનમાં વધારો કરવાની જાહેરાત કરી છે.

આરોગ્ય મંત્રાલયના છેલ્લા આંકડા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 4987 કેસ નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસને કારણે 120 લોકોનાં મોત નીપજ્યાં છે. અત્યાર સુધીમાં દેશમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 90 હજારને વટાવી ગઈ છે. દેશમાં કુલ 90,927 કેસ પ્રકાશમાં આવ્યા છે. જ્યારે 2872 લોકોનાં મોત નીપજ્યાં છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, રવિવારે (17 મે) સવારે 8 વાગ્યા સુધી દેશમાં કુલ 90,927 કેસ પ્રકાશમાં આવ્યા છે. તેમાંથી હાલમાં 53,946 દર્દીઓ હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે, જ્યારે, 34,109 દર્દીઓને રજા આપી દેવામાં આવી છે. કોરોનાથી દેશમાં 2872 લોકોના મૃત્યુ થયા છે.

Tags:    

Similar News