અમેરિકાએ એચ-1બી વીઝાધારક અને ગ્રીનકાર્ડના અરજદારને આપી રાહત

Update: 2020-05-02 10:27 GMT

અમેરિકી સરકારે એચ-1બી વીઝાધારકો અને ગ્રીનકાર્ડની અરજી કરનારને દસ્તાવેજ જમા કરાવવા 60 દિવસનો સમયગાળો આપ્યો છે. આ છૂટ ચાલી રહેલી મહામારીને પગલે આપવામાં આવી હોય તેવુ લાગી રહ્યુ છે. આ તકે અલગ અલગ દસ્તાવેજોને જમા કરાવવા માટે નોટીસ પણ પાઠવવામાં આવી છે.

અમેરિકી સરકારે નાગરિકતા અને જરૂરી સેવાઓને લઇ શુક્રવારે કહ્યું કે, અલગ-અલગ બાહેંધરીનો જવાબ આપવા માટે 60 દિવસનો સમયગાળો આપવામાં આવ્યો છે.

આ તકે સરકારે વધુમાં કહ્યું કે, નોટીસ અથવા આદેશનો જવાબ આપવા આપેલા સમયગાળા બાદ 60 દિવસમાં જવાબ નહી મળે તો તેના પર વિચાર કરશે.

Tags:    

Similar News