IRCTC એ બહાર પાડ્યું કચ્છના રણનું ટુર પેકેજ, પરિવાર સાથે બનાવો કચ્છના સફેદ રણમાં ફરવા જવાનો પ્લાન....

ગુજરાતનાં કચ્છનું સફેદ રણ ભારતના ફેમસ ટુરિસ્ટ પ્લેસ માનું એક ગણાઈ છે.

Update: 2023-11-15 07:13 GMT

IRCTC અવાર નવાર ટુર પેકેજ બહાર પડતી જ હોય છે. ત્યારે વધુ એક પેકેજ બહાર પડ્યું છે. કચ્છના સફેદ રણમાં ફરવાની ખૂબ જ મજા આવે છે. ત્યાની સંસ્કૃતિ અને પ્રકૃતિક સુંદરતા તમારું મન મોહી લેશે. ગુજરાતનાં કચ્છનું સફેદ રણ ભારતના ફેમસ ટુરિસ્ટ પ્લેસ માનું એક ગણાઈ છે. દર વર્ષે અહીં લાખો પ્રવાસીઓ દેશ વિદેશથી ફરવા માટે આવે છે. ત્યારે IRCTC એ બહાર પાડેલા પેકેજનું નામ Poornima Pe Rann-White Rann Resorts છે. આ પેકેજ 5 દિવસ અને 4 રાત્રિ માટેનું છે.


આ ટુર પેકેજની શરૂઆત મુંબઈથી થશે. આ એક ટ્રેન ટુર પેકેજ છે. એટલે કે તમને ટ્રેન મારફતે મુંબઈથી ગુજરાતનાં ભુજ સુધી લઈ જવામાં આવશે. આ ટુર પેકેજમાં તમને સેકન્ડ એસી કોચમાં મુસાફરી કરવા મળશે. પેકેજમાં તમને કચ્છના રણના ટેન્ટ સિટીમાં રહેવા મળશે. આ પેકેજમાં તમને 2 દિવસ બ્રેકફાસ્ટ, 2 લંચ અને 2 ડિનર આપવામાં આવશે.

આ ઉપરાંત ભુજના ટુરિસ્ટ પ્લેસ પર ફરવા જવા માટે બસની સુવિધા મળશે. આ પેકેજમાં તમને ટ્રાવેલ ઇન્શ્યોરન્સની સુવિધા પણ આપવામાં આવશે. આ પેકેજ 24 જાન્યુઆરી 2024ના રોજ શરૂ થશે. આ ટુર પેકેજમાં એક વ્યકતી હશે તો પ્રતિ વ્યકતી 38485 રૂપિયા ચુકવવાના રહેશે. બે લોકો માટે વ્યકતી દીઠ 24975 રૂપિયા ને 3 લોકો માટે પ્રતિ વ્યકતી 23000 રૂપિયા ચુકવવાના રહેશે.

Tags:    

Similar News