સી.આર.પાટિલ અને અરવિંદ કેજરીવાલ વચ્ચે ટ્વિટર પર જંગ, જુઓ બન્ને નેતાઓએ શું કહ્યું

Update: 2021-02-27 07:27 GMT

રાજયની 6 મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો પણ સુરત મહાનગરપાલિકમાં આપે 27 બેઠક મેળવતા ભાજપ અને આપ વચ્ચે આરોપ પ્રત્યારોપ ચાલી રહયા છે તો ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ અને સીએમ અરવિંદ કેજરીવાલ વચ્ચે હવે ટ્વીટર પર શાબ્દિક યુદ્ધ શરુ થયું છે બને નેતાઓ એક પછી એક ટ્વીટ કરી રહયા છે.

રાજ્યની મહાનગરપાલિકમાં ભાજપની વિજય પતાકા લહેરાય પણ સુરતમાં આપ પાર્ટીના દેખવાથી ભાજપના પ્રદેશ અધ્યક્ષ અકળાયા છે ત્યારે સીઆર પાટીલે ટ્વીટ કર્યું અને AAPની ડિપોઝિટ ડૂલ થવા પર તેમણે કહ્યું હતુ કે, AAPની 3 શહેરમાં 100%, 2 શહેરમાં 90% ડિપોઝિટ ડૂલ થઇ ગઈ છે. છતાં કેજરીવાલ રોડ શો કરવા આવ્યા ડિપોઝિટ ડૂલ થવાનો જશ્ન મનાવવા કેજરીવાલે રોડ શો કર્યો છે કે શું સુરતમાં 27 સીટ જીત્યા પણ કેજરીવાલે AAPની ડિપોઝિટો ડૂલ થઇ તે વાત ન કરી.

તો સીઆર પાટિલના આ ટ્વીટ ના જવાબમાં કેજરીવાલે પણ ટ્વીટ દ્વારા નિશાન સાધ્યું અને કહ્યું કે ગુજરાતની જનતા ઉજવણી કરી રહી છે. ગુજરાતમાં દરેક લોકો AAPની વાત કરી રહ્યાં છે. આમ આદમીની શક્તિનો ઉપહાસ-અવમૂલ્યન ન કરો આ આમ આદમી પાર્ટી ની જીત છે આમ ભાજપ અને આપ વચ્ચે હવે આરોપ પ્રત્યારોપ ના દૌર ચાલી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ ખાતે ભાજપે વિજય ઉત્સવ મનાવ્યો હતો ત્યારે પણ અધ્યક્ષ સીઆર પાટીલે ભાજપના કાર્યકર્તાઓને કહ્યું હતું કે સુરતમાં આપ પાર્ટીની એન્ટ્રી પીડા ઉપજાવે તેવી છે અને સોનાની થાળીમાં ખીલો માર્યો છે.

Tags:    

Similar News