ઉત્તર પ્રદેશ : આગ્રા હાઈવે પર બસ અને ટ્રક વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં 10ના મોત, 10થી વધુ લોકો ઘાયલ

Update: 2021-01-30 05:36 GMT

ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લામાં આગ્રા હાઈવે પર ધુમ્મસના કારણે અકસ્માત સર્જાયો છે. અહીં બસ અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત થયો છે. બસ અને ટ્રક વચ્ચે થયેલા આ ભીષણ અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે. જ્યારે બસમાં સવાર 10થી 11 લોકો ઘાયલ હોવાનું કહેવાઈ રહ્યું છે. પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી ચૂક્યા છે. તેમજ ત્યા રાહત કામગીરી ચાલી કહી છે. મુરાદાબાદ શહેરની નજીક 18 કિલોમીટર દૂર થાના કુંદરકી વિસ્તારમાં હુસૈનપુર પુલિયાની આ ઘટના બની હતી.

બીજી તરફ દુર્ઘટના પર સીએમ યોગીએ અધિકારીઓને તાત્કાલીક ઘટના સ્થળ પર જવાનો નિર્દેશ આપ્યો છે. મદદ પહોંચાડવા અને સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનોને 2-2 લાખ અને ઘાયલોને 50-50 હજાર સહાયતા રકમ આપવાના નિર્દેશ કર્યા છે. ડીએમ, એસએપી અને સીએમઓ સ્થળ પર પહોંચી રહ્યા છે.

Tags:    

Similar News