વડોદરા : નાગરિકતા કાયદાના વિરોધમાં ગુજરાતમાં ધરપકડનો પ્રથમ કિસ્સો, જાણો આખી ઘટના

Update: 2019-12-18 07:40 GMT

દેશમાં નાગરિકતા કાયદાના મુદ્દે ઘમાસાણ ચાલી રહયું છે તેવામાં નાગરીકતા કાયદાનો વિરોધ કરવામાં ધરપકડની પ્રથમ ઘટના સામે આવી છે. બાઇક પર આવી પોલીસ કમિશનરની કચેરી તથા અન્ય સ્થળોએ દિવાલો પર નો કેબ મોદીનું લખાણ લખવાના આરોપસર ફાઇન આર્ટસ કોલેજના 5 વિદ્યાર્થીઓની ધરપકડ કરાઇ છે જયારે હજી બે આરોપીની શોધખોળ ચાલી રહી છે. 

પૂર્વોત્તર રાજ્યો અને દિલ્હી બાદ નાગરિકતા

કાયદાના વિરોધમાં વડોદરા પોલીસ કમિશ્નર કચેરીની દિવાલ સહિત 4 સ્થળોએ 'નો કેબ મોદી'નું લખાણ લખનાર

ફાઇન આર્ટ્સના 5 સ્ટુડન્ટની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે.

અને બે સ્ટુડન્ટને વોન્ટેડ જાહેર કર્યાં છે.વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની ફાઇન

આર્ટ્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા અને ગુડગાવના રહેવાસી પુલકિત ગાંધી, ઇન્દોરના રહેવાસી રજન વ્યાસ અને આર્યન અનંત શર્મા, પુનાના રહેવાસી  ઋચીર પ્રેમ નાયર, કેરાલાના રહીશ આયઝીન જોન્સન તેમજ વડોદરાના સમા વિસ્તારમાં રહેતાં રેનિલ અને

ઋષી નાયરે ભેગા મળીને વડોદરા શહેરમાં પણ કેબના મુદ્દે લોકો

વિરોધ માટે આગળ આવે તે માટે આ કૃત્ય કર્યું હતું. 

તેઓ રાત્રે બુકાની બાંધીને બાઇક પર નીકળ્યાં

હતાં અને  વડોદરા શહેરના પોલીસ ભવન, કાલાઘોડા સર્કલ, ફતેગંજ પેવેલિયન વોલ અને રોજરી સ્કૂલ પાસે

હોસ્ટેલની દીવાલ પર લખાણ 'મોદી નો કેબ' સહિતના લખાણ

લખ્યા હતા.તેમણે અંગ્રેજીમાં એમ અને ડીઆઇની વચ્ચે સ્વસ્તિકનું ચિન્હ દોરી મોદીને

હિટલરની સાથે સરખાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઉપરાંત સ્વસ્તિક સાથે ભાજપના કમળનું

ચિન્હ અને યુનિ.ની દીવાલ પર તો અપશબ્દ પણ લખ્યા હતા. પોલીસ સીસીટીવી ફૂટેજની

ચકાસણી કરતા આરોપીઓની ઓળખ થઇ હતી. પોલીસે પુલકિત ગાંધી, રજન વ્યાસ, ઋચીર પ્રેમ નાયર, આર્યન શર્મા અને આયઝીન જોન્સનની ધરપકડ કરી છે જયારે  રેનિલ અને ઋષી નાયરને વોન્ટેડ જાહેર કરાયા હતાં. તેમની પાસેથી 3 ટુ-વ્હીલર, 5 મોબાઇલ સહિતનો 1.25 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

Similar News