વડોદરા : અનાજ કરિયાણું મળી રહે તે માટે જિલ્લા કલેકટરની સૂચનાથી કરાયું સંકલન

Update: 2020-03-28 05:45 GMT

એફ.એમ.સી.જી.ની વેબસાઇટ પર કિરાના સ્ટોરની ઉપલબ્ધ યાદી પ્રમાણે સ્ટોરનો સંપર્ક કરી કરિયાણું ખરીદી શકાશે..

વડોદરા શહેરમાં નાગરિકોને પોતાના ઘરની નજીકથી અનાજ કરિયાણું મળી રહે તે માટે કલેકટર શાલિની અગ્રવાલના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા અધિકારી ગોકલાનીએ શહેરના છૂટક વિક્રેતાઓ સાથે સંકલન કરીને સુચારુ વ્યવસ્થા ગોઠવી છે.

વડોદરામાં લોકડાઉનના પગલે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ નાગરિકોને સરળતાથી ઘર આંગણે મળી રહે તે માટે સમગ્ર શહેરના છૂટક વિક્રતાઓની યાદી તૈયાર કરવામાં આવી છે. આ યાદી વેબ સાઈટ ઉપર ઉપલબ્ધ છે. નાગરિકોને પોતાના ઘરની નજીક કઈ દુકાન છે તેની જાણકારી ફોન નંબર સાથે મળી રહેશે.

જિલ્લા પુરવઠા અધિકારી એ જણાવ્યું કે શહેરના 3700 જેટલા છૂટક વિક્રેતાઓ ની યાદી આ સાઈટ ઉપર ઉપલબ્ધ છે. શહેરીજનો પોતાના નજીકના કરિયાણા સ્ટોર પરથી જરૂરિયાત મુજબ ચીજ વસ્તુઓ મેળવી શકશે. જેથી બિનજરૂરી ભીડ ટાલી શકાશે.

લોક ડાઉન ના સમયગાળા દરમિયાન લોકોને જીવન જરૂરી ચીજ વસ્તુઓ સરળતા થી મળી રહે એ માટે મુખ્ય મંત્રીશ્રી અને નાયબ મુખ્ય મંત્રીશ્રીની સૂચના થી વિવિધ જાહેરનામા જારી કરવામાં આવ્યા છે જેનો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંકલિત અમલ કરવામાં આવી રહ્યો છે.

એફ.એમ.જી.સી હેઠળ સ્ટોર્સ ની યાદી https://vda.org.in/kirana-stores-near-me ઉપર જોવા મળશે.જેનો શહેરીજનોએ લાભ લેવા જણાવાયું છે.

Similar News