વડોદરાના ગણેશ મંડળે અપવાન્યો આવો આઈડિયા, સામાજિક જાગૃતિ માટે કર્યો પ્રયાસ

Update: 2018-09-20 13:13 GMT

દેશમાં બાળકીઓ સાથે દુર્વવ્યવાહનાં વધી રહેલા કિસ્સાઓ સામે જાગૃતિ લાવવા કર્યું ડેકોરેશન

ગણેશોત્સવનો પ્રારંભ હિંદુ સમાજને એકત્રિત કરવા માટે થયો હતો. ત્યારે હવે કેટલાક મંડળો ગણેશોત્સવના માધ્યમથી સામાજિક જાગૃતિ લાવવાના પણ પ્રયાસો કરી રહ્યા છે. આવું જ એક મંડળ છે વડોદરાનાં ગોત્રીનું અંબિકાનગર યુવક મંડળ. આ મંડળ દ્વારા દેશભરમાં બાળકીઓ સાથે થઈ રહેલા દુષ્કર્મ પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસ રૂપે અનોખું ડેકોરેશન કરવામાં આવ્યું છે.

લોક માન્ય ટીળક ધ્વારા દેશની આઝાદી પહેલા હિંદુ સમાજને એકત્રિત કરવા માટે ગણેશોત્સવનો પ્રારંભ કર્યો હતો. આજે ભારત દેશ આઝાદ થયે ૭૦ વર્ષ થઈ ચુક્યા છે. ત્યારે સમગ્ર દેશભરમાં હજુ પણ ધામધૂમ થી ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે. ગણેશોત્સવ હિંદુ સમાજને એકત્રિત કરવા માટેનો પ્રયાસ હતો. પરંતુ હવે તેમાં કોમી એખલાસ સહિત સામાજિક જાગૃતિ લાવવાનું માધ્યમ ગણેશોત્સવ બન્યું છે.

વાત કરીએ વડોદરાની તો કલા નગરી વડોદરામાં ઉજવાતા દર એક ઉત્સવ ઉજવવાનો અલગ મિજાજ અને રીવાજ છે. વડોદરાના ગણેશોત્સવમાં મોટે ભાગે મંડળો ધ્વારા ઇકો ફ્રેન્ડલી અને સામાજિક જાગૃતિ અંગેની થીમ વધુ હોય છે. આવું જ એક ગણેશ મંડળ છે ગોત્રીનું અંબિકા નગર યુવક મંડળ. અહીં ૧૯૮૪ થી ગણેશોત્સવ ઉજવાય છે. અહીં સાંપ્રત પરિસ્થિતિઓ પર લોક જાગૃતિ લાવવાના પ્રયાસ કરે છે.

વર્ષ ૨૦૧૭-૧૮ માં બાળકીઓ પર સૌથી વધુ બળાત્કાર થયા હતા જેની જાણકારી અહીંના યુવકોને થતાં તેઓએ આ વખતે ગણેશોત્સવમાં નાની બાળકીઓ પર થતા બળાત્કાર અટકાવવા અંગે લોકજાગૃતિ કરી શકાય તે થીમ પર ગણેશજી ની પ્રતિમા ખાસ બનાવડાવી હતી. અને પંડાલમાં પણ આજ થીમ પર ડેકોરેશન કર્યું હતું. અહીંના પ્રમુખ મયુર સોલંકીનું કહેવું છે કે, ગણેશોત્સવ જ એક એવો ઉત્સવ છે જેને નિહાળવા લોકો ખાસ આવતા હોય છે. ત્યારે આ ઉત્સવ સામાજિક જાગૃતિ લાવવા માટે ખુબ ઉપયોગી નીવડે છે. તેથી બાળકીઓ પર થતા બળાત્કારની ઘટનાઓને ડામવા માટે સરકાર પણ કડક પગલા અને સમાજ પણ જાગૃત થાય તે હેતુ થી અમે આ થીમ પર ડેકોરેશન કર્યું છે.

Tags:    

Similar News