વડોદરાઃ ગણેશ ઉત્સવને લઈને આરોગ્ય વિભાગ દ્વારા મીઠાઈની દુકાનોમાં ચેકિંગ

Update: 2018-09-12 07:08 GMT

વિવિધ વિસ્તારોમાં આવેલી મીઠાઈની દુકાનોમાંથી નમૂના લઈને પૃથક્કરણ માટે મોકલાયા

વડોદરા નગર પાલિકાનાં આરોગ્ય વિભાગ દ્વારા ગણેશ ચતુર્થીના એક દિવસ પહેલાં વિવિધ વિસ્તારોમાં મીઠાઈની દુકાનો ઉપર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

[gallery data-size="full" td_select_gallery_slide="slide" ids="64882,64883,64884,64885,64886,64887,64888"]

દુકાનદારો દ્વારા હાઈજિન જળવાય છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવી હતી. વિવિધ દુકાનો પરથી લાડુ, મોદક સહિતની મીઠાઈના સેમ્પલ આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવ્યા હતા.

બાદમાં સેમ્પલ તપાસ અર્થે લોબમાં મોકલી અપાયા હતા. જોકે દુકાનોમાંથી લેવામાં આવેલા સેમ્પલનાં રિપોર્ટ આવશે ત્યાં સુધીમાં તો ગણેશ ભક્તો મીઠાઈનપં ગ્રહણ કરી ચુક્યા હશે. આ જોતાં હાલ ડિજિટલ ગુજરાતમાં હજુ પણ ઝડપી પૃથ્થકરણના સાધનોનો અભાવ વર્તાઈ રહ્યો છે.

Similar News