વડોદરા : મળો પાલક માતા ધારા પટેલને, 28 કુપોષિત બાળકોની સંભાળે છે જવાબદારી

Update: 2020-02-02 10:11 GMT

વડોદરા

શહેરના સમા વિસ્તારના ધારા પટેલ મહાનગરપાલિકાના શહેરી આરોગ્ય કેન્દ્ર એટલે કે

અર્બન હેલ્થ સેન્ટરમાં ફરજ બજાવે છે. સમાજ પ્રત્યેની જવાબદારી પૂરી કરવાની

સંકલ્પનિષ્ઠા સાથે તેઓએ ગુજરાત પોષણ અભિયાન હેઠળ પાલકવાલી તરીકેની જવાબદારી સંભાળી

છે. તેઓ 28 કુપોષિત બાળકોની

જવાબદારી સંભાળી રહયાં છે. વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ સમા વિસ્તારની

આંગણવાડીની મુલાકાત દરમિયાન ધારા પાસે થી એમની કાર્યશૈલીની વિગતો જાણી હતી અને

કુપોષણ નિવારણમાં યોગદાનની એમની ધગશને બિરદાવી હતી. 

ધારાએ

જણાવ્યું કે પાલકવાલીની જવાબદારી મેં જાતે સામે ચાલીને સ્વીકારી છે.સમા વિસ્તારની

બે આંગણવાડીઓના ૨૮ જેટલા કુપોષિત બાળકોનું પોષણ સ્તર સુધરે એ મારું ધ્યેય છે.હું

શક્ય હોય ત્યાં સુધી દર અઠવાડિયે આંગણવાડીની મુલાકાત લઉં છું. સ્વખર્ચે ફળ અને

સુકામેવાનું વિતરણ સ્વેરછાએ કરું છું.કુપોષિત બાળકોને વાલીઓ સાથે સંપર્ક જાળવું

છું અને બાળકને કેવું ભોજન આપવું,કેવા નાસ્તા આપવા,ટેક હોમ

રેશન કિટની મદદ થી બાળકો માટે પૌષ્ટિક નાસ્તા બનાવવા અને બાળકોને આપવા,નિયમિત જરૂરી રસીઓ મુકાવવી, બાળકોને સ્વચ્છ રાખવા સહિતની બાબતોનું

માર્ગદર્શન આપું છું.

Tags:    

Similar News