વડોદરા : કોરોનાને રોકવા માટે ચ્હાની લારી ચલાવતા યુવાનનો અનોખો પ્રયાસ, જુઓ ચ્હા સાથે ગ્રાહકોને શું આપે છે મફત..!

Update: 2020-11-28 12:09 GMT

સમગ્ર રાજ્યમાં દિવાળી બાદ કોરોના મહામારીએ માથું ઉંચક્યું છે, ત્યારે દિન પ્રતિદિન કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો જોવા મળી છે. તેવામાં વડોદરા શહેરના માંડવી-ચાંપાનેર દરવાજા રોડ ઉપર ચ્હાની લારી ચલાવતા યુવાને એક નવતર અભિગમ અપનાવ્યો છે. જેમાં ગ્રાહકોને એક કપ ચ્હાની સાથે એક માસ્ક મફતમાં આપવામાં આવી રહ્યું છે. જુઓ અમારો વિશેષ અહેવાલ...

રાજ્ય સરકાર દ્વારા કોરોનાના સંક્રમણને અટકાવવા માટે કડક નિયમો બનાવવામાં આવી રહ્યા છે. જેમાં વહીવટી તંત્ર માસ્ક ન પહેરનાર લોકો પાસેથી માત્ર દંડ વસુલવામાં જ વ્યસ્ત છે. પરંતુ, દંડની વસુલાત સાથે મફત માસ્ક આપવામાં રસ નથી દાખવતાં, ત્યારે વડોદરાના માંડવી-ચાંપાનેર દરવાજા રોડ ઉપર ચ્હાની લારી ચલાવતા 23 વર્ષિય સપન માછીએ લોકોનું હિત વિચારી એક સુંદર અને નવતર અભિગમ આપનાવ્યો છે. જેમાં પોતાની લારી પર ચ્હાની ચૂસકી માળવા આવતા ગ્રાહકોને એક કપ ચ્હાની સાથે એક માસ્ક ફ્રી આપવામાં આવી રહ્યું છે, ત્યારે આ સુંદર અભિગમ અપનાવી લોકોમાં જાગૃતિ લાવવા સાથે માત્ર દંડ વસુલતા તંત્ર પર પણ તમાચો માર્યો છે.

જોકે હાલ કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે માસ્ક પહેરવું પણ ફરજિયાત કરવામાં આવ્યું છે. તેવામાં માંડવી-ચાંપાનેર રોડ ઉપર ચ્હાની લારી ચલાવતા યુવાને જણાવ્યું હતું કે, જ્યાં સુધી વડોદરા શહેર કોરોના મુક્ત નહિં થાય ત્યાં સુધી ગ્રાહકોને એક કપ ચ્હાની સાથે એક માસ્ક મફતમાં આપવાનું અભિયાન યથાવત રાખવામાં આવશેઉપરાંત છેલ્લા 4 સપન માછીએ કુલ 600થી વધુ માસ્ક લોકોને ચ્હા સાથે મફતમાં આપ્યા છે. જોકે સપનના આ અભિગમને વિસ્તારના સ્થાનિક લોકોએ પણ ખૂબ આવકાર્યો છે.

Tags:    

Similar News