વલસાડઃ ધોડીપાડા ખાતે ઘાટાળ કુળ પરિવારનું ૧પમું વાર્ષિક સ્નેહ સંમેલન યોજાયું

Update: 2020-01-19 14:05 GMT

વલસાડ જિલ્લાના

ઉમરગામ તાલુકાના ધોડીપાડા સ્થિત સાંસ્કૃતિક હોલ ખાતે મહારાષ્ટ્ર, ગુજરાત અને દાદરા નગર હવેલીના ઘાટાળ કુળ

પરિવાર આયોજિત ૧પમું વાર્ષિક સ્નેહ સંમેલન અવસરે વન અને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી

રમણલાલ પાટકર વિશેષ ઉપસ્થિત રહયા હતા.

આ અવસરે મંત્રીએ

જણાવ્યું હતું કે, વારલી સમાજે

આ દેશના વિકાસ માટે ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. સામાજિક સંગઠન આપણા સૌના માટે

અગત્યનું છે. આદિવાસી સમાજના વાલિયો લુંટારો, એકલવ્ય અને શબરીબાઇના ઉદાહરણ આપી દેશની સ્વતંત્રતા

માટે બિરસા મુંડા સહિત અનેક આદિજાતિ સમાજના વ્યકિતઓનું યોગદાન રહયું હોવાનું તેમણે

જણાવ્યું હતું. વિવિધ સમાજ દ્વારા યોજાતા સંમેલનો થકી કૌટુંબિક ભાવના વિકસે છે,

એકબીજા સાથે ઓળખાણ થાય છે, સંબધો જળવાય છે. સમાજના વિકાસ માટે સૌ

પોતાનું યોગદાન આપે તે જરૂરી છે. સમાજમાં રહેલા કુરિવાજા દૂર કરવા, વ્યસનમુક્ત બનવા સૌને અનુરોધ કરી લગ્નમાં

થતા ખોટા ખર્ચાઓ ટાળવા માટે સમૂહલગ્નમાં ભાગ લેવા જણાવ્યું હતું.આ અવસરે મંત્રી

અને મહાનુભાવોના હસ્તે ધોરણ-૧૨ના તેજસ્વી તારલાઓને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી

સન્માનિત કરાયા હતા.

આ અવસરે પ્રમુખ

દેવરામભાઇ ઘાટાળ, શિવરામ ઘાટાળ,

ગજુ ઘાટાળ, અશોક ઘાટાળ, લક્ષ્મણ ઘાટાળ, જીગર ઘાટાળ,

મહેશ ભટ્ટ સહિત ઘાટાળ પરિવારના અગ્રણીઓ,

પરિવારજનો મોટી સંખ્યામાં હાજર રહયા

હતા.  

Similar News