વલસાડ: કોરોનાના વધતાં સંક્રમણના પગલે શહેરી વિસ્તાલરોમાં ધન્વતન્તવરી આરોગ્ય રથની સેવાનો લાભ લેવા અનુરોધ

Update: 2021-02-24 12:43 GMT

વલસાડ જિલ્લા હેલ્‍થ સોસાયટી દ્વારા શહેરી વિસ્‍તારોના લોકોને ઘરઆંગણે આરોગ્‍યની સેવાઓ મળી રહી તે હેતુસર વલસાડ તાલુકામાં 2, વાપીમાં 3 અને ઉમરગામમાં 2 મળી આર.બી.એસ.કે.ની ટીમ સાથે કુલ 7 ધન્‍વન્‍તરી આરોગ્‍ય રથની સેવાઓ શરૂ કરવામાં આવી છે. આ રથમાં તાવ, શરદી, ઝાડા, ડાયાબીટીશ, બીપી, ચામડીના દર્દી વગેરેના નિદાન અને સ્‍થળ ઉપર પ્રાથમિક સારવારની સેવાઓ આપવાની સાથે રેપિડ એન્‍ટીજન ટેસ્‍ટ પણ કરવામાં આવશે. જેનો સંબંધિત વિસ્‍તારના લોકોને લાભ લેવા અનુરોધ કરાયો છે.

આ ધન્‍વન્‍તરી આરોગ્‍ય રથ તા. 25-2-21થી તા.28-2-21 દરમિયાન ઉમરગામ તાલુકાના ફણસા ગામે, મરી ફળિયા અને સોળસુંબા, ફણસા બજાર અને ઉમરગામ-ગાંધીવાડી તેમજ ફણસા-વાણિયાવાડ અને ઉમરગામ શહેરમાં સેવાઓ આપશે. વલસાડ નગરપાલિકા વિસ્‍તારમાં ગોકુલધામ સોસાયટી અને નિલકંઠ વેલી, રણછોડજીનગર અને કર્મભૂમિ મેન્‍શન તેમજ માનસીનગર અને અનિકેત એપાર્ટમેન્‍ટ ખાતે સેવાઓ આપશે. પ્રમુખ સાનિધ્‍ય અને સંગીતા એપાર્ટમેન્‍ટ, પ્રભાપાર્ક અને અંકુર એપાર્ટમેન્‍ટ ખાતે તેમજ પ્રમુખ શિવાલય અને મહાલક્ષ્મી ટાવર ખાતે સેવાઓ આપશે. દેવ રેસીડન્‍સી અને આસ્‍થા, વૃંદાવન સોસાયટી અને અજીબદાર મહોલ્લો, ઝરણાપાર્ક અને સરકારી વસાહત, મણિનગર અને નાના પારસીવાડ, પ્રમુખ ગ્રીન સોસાયટી અને ઘડુચી તળાવ તેમજ ઇસ્‍ટ રેલવે યાર્ડ અને નાના તાઇવાડ ખાતે સેવાઓ આપશે. વાપી નગરપાલિકા વિસ્‍તારમાં દર સોમવાર, ગુરુવાર અને શનિવારે વાલ્‍મિકી આવાસ વિસ્‍તારમાં જ્‍યારે બુધવાર, શુક્રવાર અને રવિવારે ગીતાનગર અને ડુંગરા ખાતે સેવાઓ આપશે. જ્‍યારે દર સોમવારે વાપી મેઇન બજાર, વાપી ઝંડાચોક અને વાપી ચલા ખાતે સેવા આપશે. આ ઉપરાંત દર મંગળવારે સુલપડ અને ઇમરાનનગર માર્કેટ, વાપી-ઝંડાચોક અને છીરી-સુલપડ, છેડા સ્‍ટોર રોડ-જી.આઇ.ડી.સી., વાઇબ્રન્‍ટ મેઇન માર્કેટ ખાતે આરોગ્‍યની સેવાઓ આપવાનું આયોજન કરવામાં આવ્‍યું હોવાનું જિલ્લા આરોગ્‍ય વિભાગ દ્વારા જણાવાયું છે.

Tags:    

Similar News