વલસાડ : મતદાર જાગૃતિ સંદર્ભે આઇ.સી.ડી.એસ. વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા

Update: 2021-02-19 12:46 GMT

વલસાડ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, કલેક્‍ટર કચેરી અને સંકલિત બાળ વિકાસ યોજના, જિલ્લા પંચાયત વલસાડના સંયુક્‍ત ઉપક્રમે સ્‍થાનિક સ્‍વરાજ તાલુકા-જિલ્લા પંચાયત ચૂંટણીઓ-2021 અંતર્ગત મતદાર જાગૃતિ સંદર્ભે તાલુકાવાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

સ્‍થાનિક સ્‍વરાજની ચુંટણીમાં મતદાર જાગૃતિ સંદર્ભે મતદાન સંકલ્‍પ કાર્યક્રમ, રંગોળી સ્‍પર્ધા, રેલી તેમજ મતદારોને મતદાન કરવા માટે અપીલ કરતા સ્‍લોગનો બનાવી વિવિધ ગામો ખાતે કાર્યક્રમો કરવાની સાથે સોશિયલ મીડિયા દ્વારા પણ તેનો પ્રચાર કરી મતદારોને જાગૃત કરવાના પ્રયાસો હાથ ધરાયા હતા. આ કાર્યક્રમોમાં આશાવર્કર, મધ્‍યાહ્‌ન ભોજન યોજના સંચાલકો, સખીમંડળ, પાણી સમિતિ, આંગણવાડી કાર્યકરો વગેરે ચાર હજાર જેટલા કર્મીઓએ પોતાનો સહયોગ આપ્‍યો હતો.

આ કાર્યક્રમોમાં ભાગ લેનારા તમામ કર્મીઓને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્‍યા છે. આ સ્‍પર્ધાઓનું સંપૂર્ણ આયોજન એસ.વી.એ.પી.ના નોડલ અધિકારી જિલ્લા શિક્ષણાધિકારી કે.એફ.વસાવા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.બી.બારીયા અને આઇ.સી.ડી.એસ.ના પ્રોગ્રામ ઓફિસર જ્‍યોત્‍સના પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્‍યું હતું.

Tags:    

Similar News