દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગના એક બારમાં ફાયરિંગ, 14ના મોત, 3 ઘાયલ

જોહાનિસબર્ગમાં એક બારમાં ફાયરિંગની ઘટના સામે આવી છે, જેમાં 14 લોકોના મોત થયા છે, જ્યારે 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

Update: 2022-07-10 08:55 GMT

દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં એક બારમાં ફાયરિંગની ઘટના સામે આવી છે, જેમાં 14 લોકોના મોત થયા છે, જ્યારે 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ગંભીર રીતે ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે.

જોહાનિસબર્ગ પોલીસના જણાવ્યા અનુસાર ફાયરિંગની ઘટના જોહાનિસબર્ગના સોવેટો ટાઉનશીપ સ્થિત એક બારમાં બની હતી. શનિવારે મોડી રાત્રે મિનિબસ ટેક્સીમાં અહીં આવેલા હુમલાખોરોએ અચાનક ફાયરિંગ શરૂ કરી દીધું હતું. અચાનક બનેલી આ ઘટનાથી લોકો ગભરાઈ ગયા હતા અને અહીં-ત્યાં ભાગવાનો પ્રયાસ કરવા લાગ્યા હતા. માહિતી મળતા જ પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. ગૌટેંગ પ્રાંતના પોલીસ કમિશનર, લેફ્ટનન્ટ જનરલ ઇલ્યાસ માવેલાના જણાવ્યા અનુસાર, ઘટનાસ્થળેથી મળી આવેલા કારતુસની સંખ્યા પણ દર્શાવે છે કે ફાયરિંગમાં એકથી વધુ લોકો સામેલ હતા. ઘટના સમયે અહીં ઘણા લોકો હાજર હતા. અચાનક હુમલાખોરોએ ગોળીબાર શરૂ કરી દીધો. જો કે હજુ સુધી એ જાણી શકાયું નથી કે આરોપીઓએ ફાયરિંગ કરવા પાછળનો હેતુ શું હતો.

Tags:    

Similar News