અમેરિકા: ન્યુજર્સીના રેસ્ટોરાંમાં લોન્ચ થઈ મોદીજી થાળી, તિરંગા ઈડલી, ઢોકળાં અને કાશ્મીરની વાનગીનો સમાવેશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુએસ મુલાકાત પહેલાં ન્યુજર્સીમાં એક રેસ્ટોરાં મોદીજીના નામ પર એક ખાસ થાળી લોન્ચ કરી છે.

Update: 2023-06-13 10:24 GMT

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુએસ મુલાકાત પહેલાં ન્યુજર્સીમાં એક રેસ્ટોરાં મોદીજીના નામ પર એક ખાસ થાળી લોન્ચ કરી છે. રેસ્ટોરાંના શેફ શ્રીપદ કુલકર્ણીએ આ 'મોદીજી થાળી' ડિઝાઇન કરી છે. તેમાં ઘણી ભારતીય વાનગીઓનો સમાવેશ થાય છે. મોદીજીની થાળીમાં ખીચડી, રસગુલ્લા, સરસોંનું શાક અને દમ આલુથી લઈને કાશ્મીરી મિજબાની, તિરંગા ઈડલી, ઢોકળાં, છાશ અને પાપડ છે.

શેફ કુલકર્ણીએ જણાવ્યું હતું કે આ થાળી એનઆરઆઈના સૂચનના આધારે બનાવવામાં આવી છે. આ સાથે, આ પ્લેટને ઈન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ માટે એક ટ્રિબ્યુટ તરીકે પણ રજૂ કરવામાં આવી છે. હકીકતમાં, 2019માં, ભારત સરકારની પહેલ પર યુએનએ વર્ષ 2023ને ઈન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ તરીકે જાહેર કર્યું હતું. તેનો હેતુ અનાજ વિશે જાગૃતિ ફેલાવવાનો છે. એમ મોદી 21 જૂને તેમની પ્રથમ રાજ્ય યાત્રા પર અમેરિકા જશે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન અને તેમની પત્ની ઝીલ બાઈડન પણ સ્ટેટ ડિનરનું આયોજન કરશે. મોદીજી થાળીની કિંમત હાલમાં જાહેર કરવામાં આવી નથી. ન્યુજર્સી રેસ્ટોરાંના શેફે જણાવ્યું કે તેઓ ટૂંક સમયમાં ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરના નામે એક ખાસ થાળી લોન્ચ કરશે. તેમણે કહ્યું- મને પૂરી આશા છે કે આ પ્લેટ પણ ઘણી લોકપ્રિય થશે.

Tags:    

Similar News