કોરોના વાયરસના મૂળની ફરીથી તપાસ કરવાના WHOના પ્રસ્તાવને ચીને કર્યું અસ્વીકાર

કોરોના વાયરસના મૂળને શોધવા માટે ડબ્લ્યુએચઓ દ્વારા ફરીથી અભ્યાસ કરવાની યોજનાને ચીને નકારી છે. ચીને WHOના પ્રસ્તાવ પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે.

Update: 2021-07-22 15:16 GMT

ચીને ગુરુવારે કોરોનાવાયરસનું મૂળ જાણવા માટે બીજા તબક્કાના અભ્યાસ માટેની વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ)ની યોજનાને નકારી કાઢી છે. ચીને WHOના પ્રસ્તાવ પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. ચીનના નેશનલ હેલ્થ કમિશન (એનએચસી)ના વાઇસ ચેરમેન ઝેંગ યશિને ગુરુવારે કહ્યું કે ચીન વાયરસના મૂળના અભ્યાસના રાજનીતિનો વિરોધ કરે છે.

ડબ્લ્યુએચઓ ચીફ ટેડ્રોસ અધનામના નિવેદન પછી ચીનની આકરા પ્રત્યાઘાત આવ્યા છે. તેમણે ગયા અઠવાડિયે કહ્યું હતું કે કોવિડ-19 રોગચાળા અને લેબ લિક વચ્ચેની સંભવિત કડીને નકારી કાઢવી ખૂબ જ ઉતાવળ કહેવાય. ડબ્લ્યુએચઓએ કોરોના વાયરસની ઉત્પત્તિની તપાસ માટે બીજા તબક્કાના અભ્યાસનો દરખાસ્ત દરખાસ્ત કરી હતી, જેમાં વુહાન લેબ અને બજારનું ઓડિટિંગ પણ શામેલ છે. આ સાથે વૈજ્ઞાનિકોની તપાસમાં ચીન પાસેથી વધુ પારદર્શિતાની માંગ કરવામાં આવી હતી.

ઝેંગ કહ્યું હતું કે ડબ્લ્યુએચઓ યોજનાની હાલની સંસ્કરણ ચીન સ્વીકારી શકતું નથી કારણ કે તે રાજકીય રીતે છેડછાડ કરવામાં આવી છે અને તે વૈજ્ઞાનિક તથ્યોની અવગણના કરે છે. ચીનના રાજ્ય મીડિયાએ ઝેંગને ટાંકીને જણાવ્યું છે કે સૂચિત અભ્યાસના બીજા તબક્કામાં એવી પૂર્વધારણાને સૂચિબદ્ધ કરવામાં આવી છે કે ચીને લેબના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે અને વાયરસને સંશોધન પદાર્થ તરીકે લીક કર્યો છે. તેણે કહ્યું કે તે દરખાસ્ત વાંચીને ખૂબ જ આશ્ચર્યચકિત થયો.

ઝેંગે કહ્યું હતું કે, "ડબ્લ્યુએચઓએ ચિની વૈજ્ઞાનિકોની સલાહને કાળજીપૂર્વક ધ્યાનમાં લેવી જોઈએ. કોવિડ-19 વાયરસના મૂળની તપાસ રાજકીય દખલથી મુક્ત વૈજ્ઞાનિક પ્રશ્ન તરીકે થવી જોઈએ અને વિવિધ દેશોમાં વાયરસના ઉત્પત્તિની સતત અને યોગ્ય તપાસ થવી જોઈએ.

ચીને આંતરરાષ્ટ્રીય મંતવ્યનો સખ્ત વિરોધ કર્યો છે કે વુહાનમાં ઉચ્ચ-સુરક્ષા બાયો લેબ વાયરસનું સ્રોત હોવાનું કહેવાય છે. ચીન આ વાતનો ઇનકાર કરી રહ્યું છે. કોરોના વાયરસના પ્રથમ કેસો 2019ના અંતમાં ચીનના શહેર વુહાનમાં મળી આવ્યા હતા. રોગચાળાને કારણે લાખો લોકોએ જીવ ગુમાવ્યો છે અને કરોડો લોકોને ચેપ લાગ્યો છે. રોગચાળાને કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થા સ્થિર થઈ ગઈ છે.

Tags:    

Similar News