ચીનનું ષડયંત્ર : દોકલામ સરહદ નજીક ઘુસણખોરી કરી 4 નવા ગામ વસાવ્યા, ભારત માટે ચિંતાનો વિષય

વૈશ્વિક શોધકર્તાઓએ સેટેલાઈટ તસવીરો દ્વારા નવો ઘટસ્ફોટ થયો છે. આ તસવીરમાં સ્પષ્ટ રીતે ચીનના ગામ નજરે પડી રહ્યાં છે

Update: 2021-11-18 07:03 GMT

ચીન પોતાની હરકતોથી બાઝ નથી આવતું, ત્યારે ભારત સાથેના સીમા વિવાદ વચ્ચે ડ્રેગન પાડોશી દેશ ભુતાનની સરહદમાં પણ ઘુસણખોરી કરી રહ્યું છે. ચીને તેની સરહદે ભુતાનમાં લગભગ 25 હજાર એકર જમીન પર ગેરકાયદે કબજો જમાવ્યો છે. એટલું જ નહીં, ચીને અહીં 4 નવા ગામ પણ વસાવી લીધાં છે, જે ભારત માટે ચિંતાનો વિષય છે.

ચીને સૈન્ય વિકાસ પર એક વૈશ્વિક શોધકર્તાઓએ સેટેલાઈટ તસવીરો દ્વારા નવો ઘટસ્ફોટ થયો છે. આ તસવીરમાં સ્પષ્ટ રીતે ચીનના ગામ નજરે પડી રહ્યાં છે. ભુતાન અને ચીનની વચ્ચે આ જમીન બાબતે જૂનો વિવાદ છે. બન્ને દેશ એવો દાવો કરે છે કે, આ જમીન તેમની છે. જોકે, ચીને છેલ્લા એક વર્ષમાં (2020-21) આ વિવાદાસ્પદ જમીનના મોટા ભાગ પર મનસ્વી રીતે બાંધકામ શરૂ કરી 4 નવા ગામ વસાવી લીધાં છે. આશ્ચર્ય છે કે, આ મામલો એવા સમયે સામે આવ્યો છે, જ્યારે ચીન અને ભુતાન વચ્ચે હાલમાં જ સીમા સમજૂતી પર હસ્તાક્ષર થયા છે.

જોકે, @detresfaએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, '2020-21 વચ્ચે ડોકલામ નજીક ભુતાન અને ચીન વચ્ચે વિવાદાસ્પદ જમીન પર બાંધકામની પ્રવૃત્તિઓ જોઈ શકાય છે. ચીને લગભગ 100 કિ.મી ચોરસ વિસ્તારમાં કેટલાય નવા ગામો વસાવ્યા છે. ચિંતાની વાત એ છે કે, આ ભાગ ભારતીય ક્ષેત્ર ડોકલામથી બિલકુલ નજીક છે, જ્યાં 4 વર્ષ પહેલાં, એટલે કે, 2017માં બન્ને દેશની સેના આમને-સામને આવી ગઈ હતી. આ ભાગ વ્યૂહાત્મક રીતે ભારત માટે મહત્વ ધરાવે છે. ભારત અને ભુતાનની સેનાઓ પરસ્પર સહમતીથી આ ક્ષેત્રમાં સૈન્ય માળખાને મજબૂત કરવા માટે કામ કરી રહી છે. આવી સ્થિતિમાં ચીનની આ યુક્તિ બન્ને દેશ માટે ચિંતાનો વિષય બની શકે છે.

Tags:    

Similar News