ટાઈટેનિક જોવા ગયેલા 5 અબજોપતિના મોત : દરિયાનાપાતાળમાંથી “ટાઈટન” કેપ્સ્યૂલનો કાટમાળ મળ્યો.

ટાઈટેનિક જોવા ગયેલા 5 અબજોપતિના મોત : દરિયાના પાતાળમાંથી “ટાઈટન” કેપ્સ્યૂલનો કાટમાળ મળ્યો...

Update: 2023-06-23 05:21 GMT

ટાઇટેનિક જહાજના કાટમાળથી 1600 ફૂટ નીચે ટાઇટન કેપ્સ્યૂલનો કાટમાળ મળી આવ્યો છે. ટાઇટેનિકનો કાટમાળ બતાવવા ગયેલી આ કેપ્સ્યૂલ 4 દિવસ એટલે કે, 18 જૂનની સાંજથી ગુમ હતી. કેપ્સ્યૂલમાં હાજર તમામ 5 અબજોપતિના મોત થયા છે.

પાતાળમાં ટાઈટેનિક જોવા ગયેલા અબજોપતિ બ્રિટિશ બિઝનેસમેન હેમિશ હાર્ડિંગ, ફ્રેન્ચ ડાઈવર પૉલ-હેનરી, પાકિસ્તાની-બ્રિટિશ બિઝનેસમેન શહજાદા દાઉદ, તેનો પુત્ર સુલેમાન અને ઓશનગેટ કંપનીના સીઈઓ સ્ટોકટન રશનો 4 દિવસ બાદ મૃતદેહ મળી આવ્યો છે.

યુએસ કોસ્ટ ગાર્ડના અધિકારીઓએ ગુરુવારે આની પુષ્ટિ કરી હતી. યુએસ કોસ્ટ ગાર્ડના આર એડમિરલ જ્હોન મૌગરે જણાવ્યુ કે, એટલાન્ટિક મહાસાગરમાં કેપ્સ્યૂલના કાટમાળને રિમોટલી ઓપરેટેડ વાહન દ્વારા શોધી કાઢવામાં આવ્યો હતો. શક્ય છે કે, તેમાં વિસ્ફોટ થયો હોય. જોકે વિસ્ફોટ ક્યારે થયો તે હાલ જણાવવું મુશ્કેલ છે.

આ અંગે હજુ પણ ઘણા પ્રશ્નો છે, જેના જવાબો શોધવાના છે. આ કેપ્સ્યૂલને 18 જૂને ભારતીય સમય અનુસાર સાંજે 5:30 વાગ્યે એટલાન્ટિક મહાસાગરમાં છોડવામાં આવી હતી. તે 1:45 કલાક પછી ગુમ થઈ ગઇ.

જેનું છેલ્લા 4 દિવસથી સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હતું, જેને હવે પાછું ખેંચી લેવામાં આવ્યું છે. શોધમાં યુએસ, કેનેડા, ફ્રાન્સ અને બ્રિટનના એરક્રાફ્ટ અને જહાજો સામેલ હતા. રિપોર્ટ અનુસાર, 22 ફૂટ લાંબી ટાઇટન કેપ્સ્યૂલના 5 ભાગો કાટમાળમાંથી મળી આવ્યા છે. જેમાં ટેલ કોન અને પ્રેશર હલના 2 સેક્શન સામેલ છે.

યુએસ કોસ્ટ ગાર્ડના અધિકારીઓએ જણાવ્યું હતું કે, હજુ સુધી કાટમાળમાંથી કોઈ મુસાફરના અવશેષો મળ્યા નથી. કેપ્સ્યૂલ બનાવનારી કંપની ઓસેનગેટે કહ્યું કે, અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો સાચા સંશોધક હતા. કોસ્ટ ગાર્ડના એડમિરલ મૌગરે જણાવ્યું કે, રોબોટિક એરક્રાફ્ટ એટલાન્ટિક મહાસાગરમાં કાટમાળ એકત્ર કરવાનું ચાલુ રાખશે.

તેના દ્વારા અકસ્માત અંગે વધુ માહિતી એકઠી કરવાનો પ્રયાસ કરવામાં આવશે. જોકે, દરિયામાં આટલા ઊંડાણમાં મૃત્યુ પામેલા લોકો વિશે કંઈપણ શોધવું ખૂબ મુશ્કેલ છે.

Tags:    

Similar News