ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને એલિઝાબેથ બોર્નને દેશના નવા વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને સોમવારે એલિઝાબેથ બોર્નને દેશના નવા વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા

Update: 2022-05-17 03:30 GMT

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને સોમવારે એલિઝાબેથ બોર્નને દેશના નવા વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા, જે ત્રણ દાયકામાં આ પદ સંભાળનાર પ્રથમ મહિલા છે. બોર્ન જીન કાસ્ટ્યુક્સનું સ્થાન લેશે, જેમનું રાજીનામું ગયા મહિને રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનની પુનઃનિયુક્તિ દરમિયાન અપેક્ષિત હતું. એડિથ ક્રેસન પછી આ પદ સંભાળનાર બોર્ન બીજી મહિલા છે.

ફ્રાન્સના રાષ્ટ્રપતિ કાર્યાલય એલિસી પેલેસે એક નિવેદનમાં જણાવ્યું હતું , "કાસ્ટેક્સ સોમવારે ઔપચારિક રીતે રાજીનામું આપવા માટે એલિસી રાષ્ટ્રપતિ ભવન આવ્યા હતા. રાષ્ટ્રપતિએ તેમનું રાજીનામું સ્વીકારી લીધું."

ફ્રેન્ચ મીડિયાના અહેવાલો પહેલાથી જ કહેતા હતા કે શ્રમ પ્રધાન એલિઝાબેથ બોર્ન (Elisabeth Borne)આ પદ માટે મેક્રોનની પસંદગી છે. ફ્રાન્સમાં રાષ્ટ્રપતિના કાર્યકાળ દરમિયાન એકથી વધુ વડાપ્રધાનની નિમણૂક કરવી સામાન્ય છે.

Tags:    

Similar News