ભારતીય મૂળની કિશોરી આર્ય વાલવેકરે જીત્યો 'મિસ ઈન્ડિયા યુએસએ'નો ખિતાબ

વર્જિનિયાની ભારતીય મૂળની કિશોરી આર્ય વાલ્વેકરે આ વર્ષે 'મિસ ઈન્ડિયા યુએસએ'નો ખિતાબ જીત્યો છે.

Update: 2022-08-08 10:19 GMT

વર્જિનિયાની ભારતીય મૂળની કિશોરી આર્ય વાલ્વેકરે આ વર્ષે 'મિસ ઈન્ડિયા યુએસએ'નો ખિતાબ જીત્યો છે. 18 વર્ષની આર્યને ન્યૂ જર્સીમાં યોજાયેલી ફાઇનલસમાં 'મિસ ઈન્ડિયા યુએસએ 2022'નો તાજ પહેરાવવામાં આવ્યો હતો.

આર્યાએ કહ્યું, હું અભિનેત્રી બનવા માંગુ છું. મારી જાતને પડદા પર જોવી અને ફિલ્મો અને ટેલિવિઝનમાં અભિનય કરવાનું નાનપણથી મારું સપનું રહ્યું છે. તેણે કહ્યું કે તેને નવી જગ્યાઓ પર ફરવાનો, રસોઈ બનાવવાનો અને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવાનો શોખ છે. યુનિવર્સિટી ઓફ વર્જિનિયાની વિદ્યાર્થી સૌમ્યા શર્મા બીજા ક્રમે અને ન્યૂ જર્સીની સંજના ચેકુરી ત્રીજા સ્થાને છે.

વોશિંગ્ટનની અક્ષી જૈનને 'મિસિસ ઈન્ડિયા યુએસએ' અને ન્યૂયોર્કની તન્વી ગ્રોવરને 'મિસ ટીન ઈન્ડિયા યુએસએ' તરીકે પસંદ કરવામાં આવી હતી. 30 રાજ્યોનું પ્રતિનિધિત્વ કરતા 74 સ્પર્ધકોએ ત્રણ અલગ-અલગ સ્પર્ધા 'મિસ ઈન્ડિયા યુએસએ', 'મિસિસ ઈન્ડિયા યુએસએ' અને 'મિસ ટીન ઈન્ડિયા યુએસએ'માં ભાગ લીધો હતો.

ત્રણેય કેટેગરીના વિજેતાઓને તે જ જૂથ દ્વારા આયોજિત 'વર્લ્ડવાઈડ પેજન્ટ્સ'માં ભાગ લેવા માટે આવતા વર્ષની શરૂઆતમાં મુંબઈ જવાની તક મળશે. સિંગર શિબાની કશ્યપ, 'મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ 2022' ખુશી પટેલ અને 'મિસિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ' સ્વાતિ વિમલે આ ઈવેન્ટમાં ભાગ લીધો હતો.

Tags:    

Similar News