ભારતીય મૂળના થર્મન ષણમુગરત્નમ બન્યા સિંગાપુરના નવા રાષ્ટ્રપતિ, બે ચીનીઓને 70 ટકા વોટથી હરાવ્યા

સિંગાપોરમાં 9માં રાષ્ટ્રપતિની ચુંટણી માટે ગઈકાલે મતદાન થયું હતું. આ મતદાનમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો

Update: 2023-09-02 05:50 GMT

સિંગાપોરમાં 9માં રાષ્ટ્રપતિની ચુંટણી માટે ગઈકાલે મતદાન થયું હતું. આ મતદાનમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. સિંગાપોરમાં 27 લાખથી વધુ લોકો મતદાનને પાત્ર હતા. ગઈકાલે રાત્રે 8 વાગ્યા સુધી મતદાન થયું હતું ત્યાર બાદ મતોની ગણતરી કરવામાં આવી હતી. જેમાં ભારતીય મૂળના થર્મન ષણમુગરત્નમે 70.4 ટકા વોટ સાથે જીત મેળવી હતી. રાષ્ટ્રપતિ પદની રેસમાં 66 વર્ષીય ષણમુગરત્નમ ઉપરાંત બે અન્ય ઉમ્મેદવાર પણ હતા, જેમાંથી એક રાજ્યની માલિકીની કંપનીના પૂર્વ રોકાણ પ્રમુખ એનજી કોક સોંગ અને બીજા રાજ્યની માલિકીની વીમા કંપનીના પૂર્વ પ્રમુખ ટેન કિન લિયાન હતા. ષણમુગરત્નમ વર્ષ 2001માં રાજનીતિમાં આવ્યા હતા. તેમણે બે દાયકાથી વધુ સમય સુધી સત્તાધારી પીપલ્સ એક્શન પાર્ટી સાથે સાર્વજનિક ક્ષેત્ર અને મંત્રી પદો પર કાર્ય કર્યું છે. તેઓ સિંગાપોરના ઉપ-પ્રધાનમંત્રી પણ રહી ચુક્યા છે.

Tags:    

Similar News