ઈરાની સેનાએ ઇઝરાયલ પર હવાઈ હુમલો કર્યો, ઇઝરાયલે વોર કમિટીની બેઠક કરી

Update: 2024-04-14 03:31 GMT

ઈરાનની સેનાએ લગભગ 200 ડ્રોન અને મિસાઈલોથી ઈઝરાયલ પર હુમલો કરવાનું શરૂ કરી દીધું છે. ઈઝરાયલની સેનાએ શનિવારે મોડી રાત્રે આ હુમલાની જાણકારી આપી હતી. અમેરિકી સેનાએ કેટલાક ડ્રોન તોડી પાડ્યા છે. તે જ સમયે ઈઝરાયલના આયર્ન ડોમે ઈરાન દ્વારા છોડવામાં આવેલી મિસાઇલોને અટકાવી દીધી હતી.ટાઈમ્સ ઓફ ઈઝરાયલ અનુસાર ઈઝરાયલના મિલિટરી બેસને નુકસાન થયું છે.

આ દરમિયાન એક બાળકી પણ ઘાયલ થઈ છે. ઈઝરાયલની સેનાએ કહ્યું કે અમે ઈરાનમાં કેટલાક ડ્રોન ઉડતા જોયા છે, જેને અહીં પહોંચવામાં થોડા કલાકો લાગશે.ઈઝરાયલની ચેનલ 12એ અહેવાલ આપ્યો છે કે ઈરાને ડ્રોન હુમલા શરૂ કર્યા છે. તે થોડો સમય લેશે પરંતુ સીરિયા અને જોર્ડનમાં કેટલાક ડ્રોનને ઠાર કરવામાં આવ્યા છે.જોકે, 1 એપ્રિલના રોજ ઇઝરાયલે સીરિયામાં ઈરાની એમ્બેસી નજીક હવાઈ હુમલો કર્યો હતો. જેમાં ઈરાનના બે ટોચના આર્મી કમાન્ડર સહિત 13 લોકો માર્યા ગયા હતા. આ પછી ઈરાને બદલો લેવા ઈઝરાયલ પર હુમલો કરવાની ધમકી આપી હતી.

Tags:    

Similar News