સોમાલિયામાં 'MV LILA NORFOLK' જહાજ હાઇજેક, 15 ભારતીય ક્રૂ સભ્યો હતા હાજર,..!

એક માલવાહક જહાજ ''MV LILA NORFOLK'ને સોમાલિયાના દરિયાકાંઠેથી હાઇજેક કરવામાં આવ્યું છે. ગ

Update: 2024-01-05 07:37 GMT

એક માલવાહક જહાજ ''MV LILA NORFOLK'ને સોમાલિયાના દરિયાકાંઠેથી હાઇજેક કરવામાં આવ્યું છે. ગઈ કાલે જહાજનું અપહરણ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ ભારતીય સેના તેના પર કડક નજર રાખી રહી છે.

સોમાલિયાના દરિયાકાંઠેથી હાઇજેક કરાયેલા લાઇબેરિયન ધ્વજવાળા જહાજમાં સવારના ક્રૂમાં પંદર ભારતીયો પણ છે. ભારતીય નૌકાદળના વિમાનો જહાજ પર નજર રાખી રહ્યા છે અને ક્રૂ સાથે વાતચીત કરવામાં આવી છે.

જહાજના અપહરણ બાદ ભારતીય નૌકાદળનું યુદ્ધ જહાજ INS ચેન્નાઈ પરિસ્થિતિનો સામનો કરવા માટે જહાજ તરફ આગળ વધી રહ્યું છે.

નેવલ એરક્રાફ્ટ પ્રવૃત્તિઓ પર નજર રાખી રહ્યું છે અને INS ચેન્નાઈ સહાય પૂરી પાડવા માટે રવાના થઈ ગયું છે. અન્ય એજન્સીઓની પણ મદદ લેવામાં આવી રહી છે અને સ્થિતિ પર બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે. ભારતીય નૌકાદળે કહ્યું કે અમે આંતરરાષ્ટ્રીય ભાગીદારો અને મૈત્રીપૂર્ણ વિદેશી દેશો સાથે આ ક્ષેત્રમાં મર્ચન્ટ શિપિંગની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ.

Tags:    

Similar News