નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફઝઈએ બાળપણના મિત્ર સાથે કર્યા લગ્ન

પાકિસ્તાની એક્ટિવિસ્ટ અને નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફઝઈ (24)એ બ્રિટનમાં નિકાહ કર્યા છે.

Update: 2021-11-10 06:13 GMT

પાકિસ્તાની એક્ટિવિસ્ટ અને નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફઝઈ (24)એ બ્રિટનમાં નિકાહ કર્યા છે. મલાલાએ અસર નામના એક વ્યક્તિ સાથે નિકાહ કર્યા છે. મલાલાએ સોશિયલ મીડિયા પર પોતાના નિકાહની તસવીરો શેર કરી છે. તેમાં તેના માતાપિતા પણ દેખાય છે.મલાલાએ લખ્યું-આજે મારા જીવનનો એક અણમોલ દિવસ છે. અસર અને હું જીવનભર એકબીજાનો સાથ નિભાવવા માટે લગ્નબંધનમાં બંધાયા છીએ. અમે બર્મિંઘમમાં પોતાના ઘર પર પોતાના પરિવાર સાથે એક નાનો નિકાહ સમારોહ યોજ્યો. અમે આગળની સફર માટે એકસાથે ચાલવા માટે ઉત્સાહિત છીએ. અમને તમારી શુભકામનાઓની જરૂર છે. યુવતીઓનાં અભ્યાસની તરફેણમાં અવાજ ઉઠાવનાર મલાલા પાકિસ્તાની સ્વાત ખીણની રહેવાસી છે.9 ઓક્ટોબર, 2012ના રોજ સ્કૂલ બસમાં જતી વખતે તાલિબાને મલાલાના માથામાં ગોળી મારી દીધી હતી. ત્યારે તેમની વય માત્ર 15 વર્ષ હતી. ગંભીર સ્થિતિને જોતા મલાલાને સારવાર માટે બ્રિટન લઈ જવાઈ હતી. ત્યાં સર્જરી પછી તેનો જીવ બચી શક્યો હતો. બ્રિટન સ્થિત પાકિસ્તાની દૂતાવાસમાં તેમના પિતાને નોકરી પણ આપવામાં આવી.

Tags:    

Similar News