પીએમ મોદી જો બાઇડનને મળ્યા; જુઓ બાઇડને પોતાના 'ઇન્ડિયા કનેક્શન' વિશે શું જણાવ્યું.!

Update: 2021-09-25 05:20 GMT

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન અને વડાપ્રધાન મોદી વચ્ચે શુક્રવારે પ્રથમ મુલાકાત થઈ હતી. પીએમ મોદી હાલ અમેરિકાના ત્રણ દિવસના પ્રવાસે છે. શુક્રવારની બેઠક દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડને પોતાના 'ઇન્ડિયા કનેક્શન' વિશે જણાવ્યું હતું. તેમણે બાઇડન 'સરનેમ' વાળા એક વ્યક્તિ વિશે એક ઘટનાને યાદ કરતા જણાવ્યુ કે, 1972માં પ્રથમ વખથ સિનેટર તરીકે ચૂંટાઈ આવ્યો ત્યારે આ વ્યક્તિએ મને પત્ર લખ્યો હતો.

2013ના વર્ષમાં અમેરિકાના ઉપ-રાષ્ટ્રપ્રમુખ તરીકે કરેલા મુંઈઈ પ્રવાસને યાદ કરતા બાઇડને જણાવ્યુ હતુ કે, મને પૂછવામાં આવ્યું કે શું ભારતમાં મારું કોઈ સંબંધી છે. મેં કહ્યુ હતુ કે હું આ અંગે નિશ્ચિત નથી. પરંતુ જ્યારે હું 1972માં 29 વર્ષની ઉંમરે પ્રથમ વખત ચૂંટાઈને આવ્યો હતો ત્યારે મુંબઈમાંથી બાઇડન 'સરનેમ' ધરાવતા એક વ્યક્તિનો મને પત્ર મળ્યો હતો.

બાઇડને વધુમાં કહ્યુ કે, બીજા દિવસે સવારે પ્રેસે મને જણાવ્યું કે, ભારતમાં પાંચ બાઇડન રહે છે. આ અંગે વિસ્તારથી જણાવતા બાઇડને મજાકના મૂડમાં કહ્યુ કે, "ઈસ્ટ ઇન્ડિયા ટી (ચા) કંપનીમાં એક કેપ્ટન જ્યોર્જ બાઇડન હતા. જે એક આઇરીશ વ્યક્તિ માટે સ્વીકાર કરવું મુશ્કેલ હતું. હું આશા રાખું છું કે તમે મજાક સમજી રહ્યા છો. તેઓ કદાચ ત્યાં જ રહ્યા અને એક ભારતીય મહિલા સાથે લગ્ન કરી લીધા હતા."

બાઇડને વધુમાં કહ્યુ કે, "હું ક્યારેય તેનું સરનામું નથી શોધી શક્યો. આથી આ આખી બેઠકનો ઉદેશ્ય આના સમાધાન માટે મારી મદદ કરવાનો છે." બાઇડનની આવી વાત બાદ કક્ષમાં હાજર પીએમ મોદી સહિત તમામ લોકો હસી પડ્યા હતા.

અમેરિકાના વ્હાઇટ હાઉસમાં શુક્રવારે ભારતીય સમય પ્રમાણે મોડી રાત્રે યોજાયેલી ક્વાડ દેશોની બેઠક બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ન્યૂયોર્ક પહોંચી ગયા છે. અહીં તેઓ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76મા સત્રને સંબંધોન કરશે. ભારતીય સમય પ્રમાણે સાંજે છ વાગ્યે પીએમ મોદી UNGAને સંબોધન કરશે. પીએમ મોદી બુધવારે અમેરિકાના ત્રણ દિવસના પ્રવાસે વૉંશિગટન પહોંચ્યા હતા. કોવિડ-19 પ્રકોપ પછી પીએમ મોદીની આ પ્રથમ યાત્રા છે.

Tags:    

Similar News