પી.એમ.મોદીનો અમેરિકા પ્રવાસ, વાંચો શું છે 5 દિવસનો શિડ્યુલ

Update: 2021-09-22 10:14 GMT

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 સપ્ટેમ્બરે સવારે 11 વાગે અમેરિકા માટે રવાના થશે અને 26 સપ્ટેમ્બરે ભારત પરત આવશે. પાંચ દિવસની અમેરિકા મુલાકાતમાં વડાપ્રધાન મોદી ક્વાડ સમિટ, કોવિડ ગ્લોબલ સમિટમાં પણ ભાગ લેશે.

આ દરમિયાન તેઓ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્રને પણ સંબોધન કરશે. 23 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી અને અમેરિકન ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ મુલાકાત કરવાના છે. એપલના સીઈઓ ટિમ કુક સાથે પણ મુલાકાત કરશે.

24 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડન વચ્ચે દ્વીપક્ષીય વાતચીત કરશે. અફઘાનિસ્તાન, આતંકવાદ, સુરક્ષા, વેપાર સહિત ઘણાં મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

  • 22 સપ્ટેમ્બરે- અમેરિકા માટે રવાના
  • 23 સપ્ટેમ્બરે- અમેરિકા પહોંચશે
  • 23 સપ્ટેમ્બરે- ઓસ્ટ્રેલિયા, જાપાનના પીએમ સાથે                મુલાકાત
  • 24 સપ્ટેમ્બર- પીએમ મોદી અને બાઈડનની મુલાકાત
  • 24 સપ્ટેમ્બર- ક્વાડ બેઠકમાં ભાગ લેશે મોદી
  • 25 સપ્ટેમ્બર- UNGAમાં પીએમ મોદીનું સંબોધન
  • 26 સપ્ટેમ્બર- સ્વદેશ પરત આવશે
Tags:    

Similar News