ટીવી ડિબેટમાં ટ્રસ પર ભરી પડ્યા સુનક, કન્ઝર્વેટિવ સભ્યોના જીતી લીધા દિલ

બ્રિટનના નવા પીએમ પદની રેસમાં ભારતીય મૂળના પૂર્વ નાણામંત્રી ઋષિ સુનકનું ફરી એકવાર પલ્લું ભારે જોવા મળી રહ્યું છે

Update: 2022-08-05 04:29 GMT

બ્રિટનના નવા પીએમ પદની રેસમાં ભારતીય મૂળના પૂર્વ નાણામંત્રી ઋષિ સુનકનું ફરી એકવાર પલ્લું ભારે જોવા મળી રહ્યું છે. સુનકે તેમની અને તેમના હરીફ બ્રિટિશ વિદેશ પ્રધાન લિઝ ટ્રસ વચ્ચેની ટેલિવિઝન ચર્ચામાં કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્યોના દિલ જીતી લીધા.

બ્રિટનમાં સત્તારૂઢ કન્ઝર્વેટિવ પાર્ટી પીએમ બોરિસ જોન્સનના રાજીનામા બાદ નવા વડાપ્રધાનની પસંદગી કરવાના માર્ગ પર છે. આ અંગે સુનક અને ટ્રસ દ્વારા સમર્થન એકત્ર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. છેલ્લા દિવસે ટીવી પરની ચર્ચામાં, સુનકે કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્યોનું વ્યાપક સમર્થન મેળવ્યું હતું.

ગુરુવારે રાત્રે સ્કાય ન્યૂઝ પર પ્રસારિત થતા શો 'ધ બેટલ ફોર નંબર 10'માં બે હરીફો કન્ઝર્વેટિવ સભ્યો સામે ટકરાયા હતા. આ સભ્યો નવા પીએમની પસંદગી કરશે.

Tags:    

Similar News