અમેરિકાએ મોર્ડર્ના અને જોનસન એન્ડ જોનસનની રસીની સાથે હવે ત્રણ કોરોનાની રસીના મિક્સ એન્ડ મેચ રસીકરણને મંજૂરી આપી

Update: 2021-10-21 05:03 GMT

અમેરિકામાં FDAએ લોકોને બૂસ્ટર ડોઝ માટે મોર્ડર્ના અને જોનસન એન્ડ જોનસનની રસીની સાથે હવે ત્રણ કોરોનાની રસીના મિક્સ એન્ડ મેચ રસીકરણને મંજૂરી આપી દીધી છે. યુએસ FDAના આ પગલાથી રસીની અછતને પુરી કરી શકાશે અને ડોક્ટરોની સામે એક અન્ય રસીનો વિકલ્પ રહેશે. ઉલ્લેખનીય છે કે વિશેષજ્ઞોની સમિતિથી રસીના મિક્સ એન્ડ મેચ પર એક અધ્યયનને મંજૂરી આપી હતી. આ અધ્યયન બાદ પરિણામ સામે આવ્યા છે તે ઘણા ચોંકાવનારા છે.

વિશેષજ્ઞોએ જણાવ્યું કે મિક્સ એન્ડ મેચના અધ્યય દરમિયાન જે લોકોએ જોનસન એન્ડ જોનસનની સિંગલ ડોઝ વાળી રસી લીધી હતી અને તેમને બૂસ્ટર ડોઝના રુપમાં મોર્ડનાની રસી લગાવવામાં આવી હતી તેવા લોકોના શરીરમાં 15 દિવસની અંદર એન્ટીબોડીનું સ્તર 76 ગણુ વધી ગયું હતુ. જ્યારે જોનસન એન્ડ જોનસનનો બૂસ્ટર ડોઝ લગાવવામાં એન્ટીબોડી માત્ર ચાર ગણી વધી છે. વિશેષજ્ઞોની સમિતીના અધ્યયનમાં જે રીતે પરિણામ સામે આવ્યા હતા. તેને જોયા બાદ પહેલા જ આ વાતની ચર્ચા થઈ રહી હતી કે એફડીએ બુધવાર સુધીમાં બૂસ્ટર ડોઝના રુપમાં મોર્ડના અને જોનસન એન્ડ જોનસનની રસીને પરવાનગી આપી શકે છે. જો કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું કહેવું છે કે ભલે મિક્સ એન્ડ મેચ રસીકરણનું પરિણામ આશાજનક જોવા મળ્યું છે. પરંતુ વ્યાપક સ્તર પર આને લાગૂ કરવા માટે અસરકારક્તાની તપાસ માટે મોટા અધ્યયનની જરુર છે.

Tags:    

Similar News