આદિવાસી સમાજની સમસ્યાઓના નિરાકરણ માટે 9 ઓગષ્ટે ઉજવાય છે વિશ્વ આદિવાસી દિવસ

Update: 2021-08-09 09:10 GMT

આજે તારીખ 9મી ઓગષ્ટ, સમગ્ર વિશ્વમાં આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આદિવાસી સમાજની સમસ્યાઓને વાચા આપવા માટે સંયુકત રાષ્ટ્રની મહાસભાએ પ્રતિ વર્ષ 9મી ઓગષ્ટના રોજ આદિવાસી દિવસની ઉજવણી કરવાનું નકકી કર્યું હતું. 1994ની સાલથી દર વર્ષે આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે.

બીજા વિશ્વ યુદ્ધ પછી આખા વિશ્વમાં શાંતિ સ્થાપવાની સાથે સાથે વિશ્વના દેશો વચ્ચે મૈત્રીમાં વધારો થાય તથા એકબીજાના અધિકારોનું રક્ષણ થાય તેમજ ગરીબી, શિક્ષા, સ્વાસ્થ્ય પર વિકાસને કેન્દ્રિત કરી તેનો વધારો કરવા 24 ઓક્ટોબર 1945 માં સયુંકત રાષ્ટ્ર સંઘની રચના કરવામાં આવી હતી. યુનાઇટેડ નેશન્સમાં સામેલ થયાં દેશોના ધ્યાન ઉપર એક બાબત આવી હતી. વિશ્વના વિભિન્ન દેશોમાં વસવાટ કરી રહેલાં જનજાતિ આદિવાસી સમુદાય તેમની ઉપેક્ષા, ગરીબી, નિરક્ષરતા, સ્વાસ્થ, સુવિધાનો અભાવ બેરોજગારી તેમજ ભટકતું જીવન, મજૂરી જેવી સમસ્યાથી પૂર્ણત છે.

જનજાતિની સમસ્યાઓના નિરાકરણ હેતુ વિશ્વના ધ્યાનાકર્ષણ માટે 1994 માં સયુંકત રાષ્ટ્ર સંઘની મહાસભા દ્વારા પ્રતિ વર્ષ 9 ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આદિવાસીઓને તેમના હકો મળે તેમજ ભારતમાં ખાસ બંધારણ જોગવાઈ મુજબ શિડયુલ એરિયાઓમાં અનુસૂચિ-5 અને 6 લાગુ કરવામાં આવે, આદિવાસીઓને તેમના હક અને અધિકાર તેમને મળે જળ, જમીન, જંગલ, સંપત્તિ તેઓની પોતાની છે જેની જોગવાઈ આ અનુસૂચિમાં કરવામાં આવી છે. ગુજરાત રાજયની વાત કરવામાં આવે તો રાજયમાં છેલ્લા 3-4 વર્ષથી આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે.

Tags:    

Similar News