તાલિબાને નવી સરકારની કરી જાહેરાત, મુલ્લા હસન અખુંદ બન્યા અફઘાનિસ્તાનના નવા વડાપ્રધાન

Update: 2021-09-07 14:58 GMT

અફઘાનિસ્તાનમાં નવી સરકારની રચના મંગળવારે સાંજે થઈ છે. મુલ્લા હસન અખુંદ અફઘાનિસ્તાનના નવા વડાપ્રધાન હશે. સિરાજુદ્દીન હક્કાની ગૃહમંત્રી બનશે. મુલ્લા અબ્દુલ ગની બરાદારને નાયબ પીએમ બનાવવામાં આવ્યા. મુલ્લા યાકુબ અફઘાનિસ્તાનના નવા સંરક્ષણ મંત્રી બનશે. અમીર મુત્તાકીને વિદેશ મંત્રી બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત મુલ્લા યાકુબ અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રી રહેશે.

મુલ્લા હસન તાલિબાનની શરૂઆતની જગ્યા કંધારનો છે અને સશસ્ત્ર ચળવળના સ્થાપકોમાંનો એક છે. તેમણે 20 વર્ષ સુધી 'રહબારી શૂરા'ના વડા તરીકે સેવા આપી હતી અને મુલ્લા હેબતુલ્લાની નજીક માનવામાં આવે છે. તેમણે 1996 થી 2001 સુધી અફઘાનિસ્તાનમાં અગાઉની તાલિબાન સરકાર દરમિયાન વિદેશ મંત્રી અને નાયબ વડા પ્રધાન તરીકે સેવા આપી હતી.

તાલિબાનના સ્થાપક મુલ્લા મોહમ્મદ ઓમરના પુત્ર મુલ્લા યાકુબ નવા સંરક્ષણ મંત્રી બનશે. યાકુબ મુલ્લા હેબતુલ્લાનો વિદ્યાર્થી હતો, જેણે અગાઉ તેને તાલિબાનના શક્તિશાળી લશ્કરી કમિશનના વડા તરીકે નિયુક્ત કર્યો હતો.

Tags:    

Similar News